ભારતીય નૌસેનાની તાકાત વધશે : મળશે 38 બ્રહ્મોસ મિસાઈલ

ભારતીય નૌસેના પોતાના શસ્ત્રોની ક્ષમતા મજબૂત કરવા માટે સફળ પ્રયાસ કરી રહી છે. નોસેના પોતાની યુદ્ધપોતોને 38 નવી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલથી સજ્જ કરવા ઈચ્છે છે. જે 450 કિમીના અંતરથી નિશાન સાધવા સક્ષમ છે.

સરકારના એક આધિકારિક સુત્રએ જણાવ્યા અનુસાર 38 બ્રહ્મોસ મિસાઈલ માટે 1200 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ સંરક્ષણ મંત્રાલય પાસે રજૂ કરવામાં આવ્યો છે અને તેને ઝડપથી મંજૂરી મળી શકે છે. આ મિસાઈલ નૌસેના માટે નિર્માણાધીન વિશાખાપટ્ટનમ શ્રેણીમાં યુદ્ધપોતો ઉપર લગાવવામાં આવશે. જે ખૂબ ઝડપ છે થઈ શકે છે અને બ્રહ્મોસને યુદ્ધપોતોનું મુખ્ય હથિયાર માનવામાં આવે છે અને તે અગાઉ અનેક યુદ્ધોપોતો ઉપર સ્થાપિત કરવામા આવી છે.

ભારતીય નૌસેના આ મહિને બ્રહ્મોસ સુપર સોનિક મિસાઈલના એન્ટીસ્લીપ વર્ઝનનું સફળ પ્રયોગ કર્યો હતો. આ પરિક્ષણ અંદમાન અને નિકોબાર ટાપુ પર કરવામાં આવ્યુ હતુ. આ પહેલા ૨૪ નવેમ્બર ના રોજ ક્રુસ મિસાઇલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

લાઇન ઓફ કન્ટ્રોલ પર થતા ઘર્ષણથી ભારત પોતાની તાકાત વધારવામાં પ્રયત્નશીલ છે. છેલ્લા ત્રણ મહિનામાં એક પછી એક કેટલી ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે ભારત અને રશિયાના સંયુક્ત પ્રયાસોથી બનાવવામાં આવેલી સુપર્સોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસનું પણ અલગ-અલગ સંસ્કરણોમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. બ્રહ્મોસની શ્રેણીમાં દુનિયામાં સૌથી તેઝ પરિચાલન પ્રણાલી છે. ડીઆરડીઓ દ્વારા આ મિસાઈલ પ્રણાલીને મર્યાદાને 290 કિલોમીટર થી વધારીને 450 કિમી કરાઈ છે.