વિશાલ, રેખા ભારદ્વાજ સાથે કામ કરવાનું સપનું સાચું થયું: લારા દત્તા

મુંબઈ,બોલીવૂડ અભિનેત્રી લારા દત્તાએ કહ્યું હતું કે ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ અને ગાયિકા રેખા ભારદ્વાજ સાથે આગામી વેબ સિરીઝ ’ચાર્લી ચોપડા એન્ડ ધ મિસ્ટ્રી ઓફ સોલાંગ વેલી’ માટે કામ કરવાનું સપનું સાચું થયા જેવું છે. અભિનેત્રીએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે વિશાલ સર અને રેખાજી -બંને સાથે કામ કરવું એક સપનું સાચું થયા જેવું છે.પ્રોડ્યુસર અને ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ આ વેબ સિરીઝની સાથે ર્ં (ઓવર ધ ટોપ) મંચ પર પદાર્પણ કરી રહ્યા છે. એ અગાથા ક્રિકસ્ટીની નવલકથા ’ધ સિટાફોર્ડ મિસ્ટ્રી’ પર આધારિત છે, જેનું પ્રસારણ ર્ં મંચ સોની લિવ પર હશે.

આ શૃંખલામાં લારા દત્તા સિવાય વામિકા ગબ્બી, પ્રિયાંશુ પેન્યુલી, નસીરુદ્દીન શાહ, નીના ગુપ્તા, રત્ના પાઠક શાહ, ગુલશન ગ્રોવર, ચંદન રોય સાન્યાલ અને પાઓલી ડેમ પરણ નજરે ચઢશે. ’ચાર્લી ચોપડા એન્ડ ધ મિસ્ટ્રી ઓફ સોલાંગ વેલી’ અગાથા ક્રિસ્ટી લિ.ના સહયોગથી પ્રીતિ શાહની ટસ્ક ટેલિફિલ્મ્સ અને વિશાલ ભારદ્વાજ પિક્ચર્સના બેનર હેઠળ બની રહી છે. વિશાલ ભારદ્વાજ આ સિરીઝનું ડિરેક્શન અને કો-પ્રોડક્શન કરશે. તેઓ અંજુમ રાજાબલિ અને જ્યોત્સ્ના હરિહરનની સાથે સહ-પટકથા લેખકના રૂપે કામ કરશે.