- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક લોકપ્રિય બચત યોજના છે
- નેશનલ સેવિંગ મંથલી ઈન્કમ સ્કીમ પર 7.4 ટકા વ્યાજ આપવામાં આવે છે
- આવકવેરાની કલમ 80C હેઠળ ટેક્સ બેનિફિટનો લાભ પણ મળે છે
Post office schemes 2023: દરેક વ્યક્તિ અમીર બનવા ઇચ્છે છે અને તે માટે સૌથી અસરકારક રીત બચતની સાથે રોકાણ કરવુ જોઇએ. છેલ્લા કેટલાક મહિનામાં શેર બજારમાં ઘણા ચઢાવ-ઉતાર જોવા મળ્યા છે, પરંતુ બચત યોજનાઓના વ્યાજદરોમાં ઘણો વધારો થયો છે. આ યોજનાઓમાં ટેક્સ લાભ મળે છે જેના કારણે રોકાણકારો રોકાણ માટે એક સારો વિકલ્પ સામે આવ્યો છે. એવી પોસ્ટ ઓફિસની 5 નાની બચત યોજનાઓ વિશે જાણીએ જેમાં રોકાણ કરીને તમે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકો છો.
પીપીએફ (PPF)
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક લોકપ્રિય બચત યોજના છે. તેની મેચ્યોરિટીની મુદ્ત 15 વર્ષ છે અને તે પૂર્ણ થયા બાદ તેને પાંચ વર્ષ સુધી વધારી શકાય છે. આનો લાભ લેવા માટે તમારે વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ યોજનામાં રૂ. 1,50,000 સુધીનું રોકાણ આવકવેરાની કલમ 80C હેઠળ આવે છે. હાલમાં સરકાર PPF પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
નેશનલ સેવિંગ મંથલી ઇનકમ સ્કિમ
જો તમે માસિક આવકનો વિકલ્પ શોધી રહ્યા છો, તો આ યોજના તમારા માટે વધુ સારી સાબિત થઈ શકે છે. હાલમાં નેશનલ સેવિંગ મંથલી ઈન્કમ સ્કીમ (National Saving Monthly Income Scheme) પર 7.4 ટકા વ્યાજ આપવામાં આવે છે. આમાં સિંગલ એકાઉન્ટ ખોલવા પર વધુમાં વધુ 9 લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટ ખોલવા પર વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. તેની મેચ્યોરિટી મુદત પાંચ વર્ષની છે.
મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ(MSSC)
મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટએ નવી બચત યોજના છે. તે સરકાર દ્વારા ખાસ કરીને મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં, તમે ઓછામાં ઓછા હજાર રૂપિયામાં ખાતું ખોલાવી શકો છો, જ્યારે નાણાકીય વર્ષમાં રોકાણની મહત્તમ મર્યાદા બે લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેમાં રોકાણકારોને 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. આના પર ટેક્સ છૂટ પણ મળે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
ખાસ કરીને દીકરીઓના સારા ઉછેર માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આમાં ન્યૂનતમ 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. હાલમાં SSY પર 8 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આમાં, આવકવેરાની કલમ 80C હેઠળ ટેક્સ બેનિફિટનો લાભ પણ મળે છે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પણ પોસ્ટ ઓફિસની લોકપ્રિય બચત યોજનાઓમાંની એક છે. તેના પર 7.7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આમાં ઓછામાં ઓછું એકવાર 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નથી. એનએસસીમાં રોકાણમાં ટેક્સનો છૂટનો લાભ આપે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે panchmahal samachar આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.