ગોધરા ધોળાકુવા ડીમાર્ટ પાસે રીક્ષા માંથી 37 હજારનો વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપ્યો

ગોધરા,ગોધરા ધોળાકુવા ડીમાર્ટની સાઈડમાં ગામમાં જવાના રોડ ઉપર ઓટો રીક્ષામાં લઈ જવાતો 37,200/-રૂપીયાના વિદેશી દારૂ રીક્ષા માંથી 1,07,200/-રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપી ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા ધોળાકુવા ડીમાર્ટની સાઈડમાં ધોળાકુવા ગામમાં ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લવાઈ રહ્યો છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી રીક્ષા નં.જીજે.17.યુ.9493ને ઉભી રાખી ચેકીંગ કરી રીક્ષા માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કવાટરીયા નંગ-336, બીયર ટીન નંગ-72 મળી કુલ 37,200/-રૂપીયા અને ઓટો રીક્ષા મળી કુલ 1,07,200/-રૂપીયાના મુદ્દામાલ સાથે મહેશ ગોરધનભાઈ સંગોડીયા (આંગળીયા)ને ઝડપી પાડી આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.