દાહોદ,વુમન્સ ડેવલપમેંટ સેલ, સરકારી ઇજેનેરી કોલેજ, દાહોદ દ્વારા સંસ્થાની વિદ્યાર્થીનીઓના સેલ્ફ ડિફેન્સ માટેના કૌશલ્યના વિકાસના હેતુસર તારીખ 27 માર્ચ 2023 થી પાંચ દિવસ માટે માર્શલ આર્ટ ફોર સેલ્ફ ડિફેન્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો.સૈયદ નિજમુદિન એમ. કાજી, ચીફ ટેક્નિકલ ડાઇરેક્ટર, ઠઅઉઘ ઇન્ટરનેશનલ કરાટે, દાહોદ દ્વારા વિદ્યાર્થીનીઓને તાલીમ આપવામાં આવી હતી. સંસ્થાની વિદ્યાથીનીઓએ ઉત્સાહભેર તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન વુમન્સ ડેવલપમેંટ સેલના કોઓર્ડિનેટર ડો. પરેશ બારીઆ દ્વારા કરવામાં આવ્યું હતું.