હાલોલ,પાવાગઢ સરકારના વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત નેત્રમ ફુલ એચ.ડી.નાઈટ વિઝન 360 ડિગ્રી 150 સીસીટીવી કેમેરાનો પ્રોજેકટ શરૂ કરાયો છે. જેમાં હાલ મહત્વના ગણાતા બસ સ્ટેન્ડ, ફોરેસ્ટ નાકા, જામા મસ્જિદ, સેહરી મસ્જિદ, જેપુરા રોડ વડાતળાવ, માચી ત્રણ રસ્તા, બસ સ્ટેન્ડ પાર્કિંગ સહિત 30 કેમેરા કાર્યરત થતાં પાવાગઢ પોલીસ મથક જિલ્લક કંટ્રોલ ગાંધીનગર સહિત કંટ્રોલરૂમમાં રાઉન્ડ ધી કલોક મોનીટરીંગ શરૂ કરાયુ છે. સીસીટીવી કેમેરાથી અકસ્માત, ચેન સ્નેચિંગ, ચીલઝડપ સહિત મિલ્કત સંબંધિ ગુનાઓનો ભેદ ઉકેલવામાં મહત્વની કડી સાબિત થઈ શકશે. પાવાગઢ કોઈપણ ગુનેગારનો ગુનો આચરતા પહેલા સીસીટીવીની તીસરી આંખને લઈ ખચકાશે તે નકકી છે. પાવાગઢમાં મોબાઈલ નેટવર્ક સહિત ઈન્ટરનેટની જટિલ સમસ્યા છે. માટે માંચી ડુંગર સહિત મંદિર વિસ્તારમાં કેમેરા લગાવવાની કામગીરી ચાલુ છે. પણ સમયસર ઈન્ટરનેટ સેવા પુરી થાય તો જ કેમેરાની સિસ્ટમ પરીપુર્ણ થાય છે.