નવીદિલ્હી,’આજે માત્ર ડરેલા લાલચુ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે તાનાશાહી સત્તાના ગુણગાન ગાઈ રહ્યા છે. રાહુલ ગાંધી એકલા હાથે દેશના લોકો માટે તથા મૂડીવાદીઓ ચોરોથી અને ચોરોને રક્ષણ આપતા ચોકીદાર સામે પણ લડાઈ લડી રહ્યા છે. કોંગ્રેસ નેતા અલકા લાંબાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પોસ્ટ મૂકી છે. સાથે જ તેમણે એનસીપી નેતા શરદ પવાર અને ગૌતમ અદાણીની તસવીર પણ શેર કરી છે.હકીક્તમાં, વિપક્ષ અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે કેન્દ્ર સરકાર પાસેથી સંયુક્ત સંસદીય સમિતિની સતત માગ કરી રહી છે. જેના કારણે સંસદનું બજેટ સત્ર પણ હંગામાનો શિકાર બન્યું હતું. બે દિવસ પહેલા એનસીપી ચીફ શરદ પવારેને આપેલા ઈન્ટરવ્યુમાં વિપક્ષની જેપીસીની માગને ખોટી ગણાવી હતી અને સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિને પૂરતી હોવાનું જણાવ્યું હતું.
શરદ પવારે કહ્યું હતું કે તમામ વિપક્ષે જેપીસી વિશે કહ્યું છે તે સાચું છે. આમાં અમારી પાર્ટી પણ સામેલ છે, એ પણ સત્ય છે. પરંતુ જેપીસીની રચનામાં ૨૧ લોકો હશે અને તેમાંથી ૧૫ લોકો સત્તાધારી પક્ષના હશે. જો વિપક્ષના માત્ર ૫-૬ લોકો હશે તો તેઓ સત્ય કેવી રીતે સામે લાવશે. એટલા માટે હું કહું છું કે સમિતિની રચના માટે સુપ્રીમ કોર્ટે આપેલો બીજો વિકલ્પ વધુ સારો છે. પવારના આ નિવેદન બાદ અલકા લાંબાએ શરદ પવાર અને ગૌતમ અદાણીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તસવીર શેર કરતા અલ્કાએ લખ્યું હતું કે, ’આજે માત્ર ડરેલા લોભી લોકો જ પોતાના અંગત સ્વાર્થને કારણે તાનાશાહીના ગુણગાન ગાઈ રહ્યા છે. માત્ર એક રાહુલ ગાંધી દેશની જનતા માટે તથા મૂડીવાદી ચોરો સામે તેમજ ચોરોને બચાવનાર ચોકીદાર સામે લડાઈ લડી રહ્યા છે.
અલકાના આ નિવેદન બાદ ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ તેમને પૂછ્યું હતું કે શું આ કોંગ્રેસનું સત્તાવાર નિવેદન છે. અલકા લાંબાએ શરદ પવાર પર અવિશ્ર્વસનીય હુમલો કર્યો છે. અલકાએ તેને લોભી અને કાયર કહ્યા છે. મહારાષ્ટ્રીયન હોવાને કારણે હું આ ઘટનાથી ચોંકી ગયો છું.
ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના પ્રશ્ર્નોના જવાબમાં અલકા લાંબાએ કહ્યું- શરદ પવાર પર તેમની ટિપ્પણી પાર્ટીનું સત્તાવાર નિવેદન નથી. સત્તાવાર નિવેદન તેમની પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જાહેર કરવામાં આવ્યું છે. અલ્કાએ લખ્યું, ’હું કોંગ્રેસ કાર્યકર છું, મારા ટ્વીટ મારા અંગત હેન્ડલ પર સ્વતંત્ર અભિપ્રાય છે, તેની જવાબદારી મારી છે. પાર્ટીમાં લોકશાહી છે. દરેકને પોતાના વિચારો રાખવાનો અધિકાર છે.
શરદ પવારના નિવેદન બાદ તેમના ભત્રીજા અજિત પવારે મોદી સરકારના વખાણ કર્યા હતા. અજિત પવારે ભાજપની સતત જીત માટે ઈફસ્ને નહીં પરંતુ મોદી ચહેરાને ગણાવ્યો. અજિત પવારે કહ્યું કે મને અંગત રીતે ઈફસ્માં પૂરો વિશ્ર્વાસ છે. જો ઈફસ્માં ખામી હોત તો છત્તીસગઢ, પશ્ર્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકાર ન હોત.