દે.બારીઆ,
દે.બારીઆ નગર પાલિકાના દ્વારા રોડ બનાવવા માટે ભીડભાડ તથા જાહેર રસ્તાની કામગીરી દરમ્યાન કોઈ વાહનોને અકસ્માત ન પહોંચે તે માટે સૂચક બોર્ડ દાખવવાની જવાબદારી કોન્ટ્રાકટરની હોય છે. પરંતુ આવી રોડની વચોવચ ગંભીર પ્રકારની કામગીરી દરમ્યાન પોતાની ફરજમાં ચૂક થતા અનેક રાહદારીઓ તથા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તો નવાઈ નહીં.
દે.બારીઆ નગર પાલિકાના દ્વારા શહેર થી મુખ્ય રસ્તા બનાવતા પહેલા ભૂર્ગભ ગટરનો કુંડીઓના ઢાંકણના લેવલ ઉંચા લેવાનું સમારકાર્ય ચાલે છે. તે સારી બાબત છે પરંતુ નગર પાલિકાના કોન્ટ્રાકટરના દ્વારા જે ભૂર્ગભ ગટરના ઢાંકણના લેવલ માટે કુંડીના રોડ મુજબ ઉંચા લેવલ કાર્ય હાથ ધરાયું છે. તેની આજુબાજુ રોડના ઉપર કોઈ જ પ્રકારની આડ અથવા સાંકેતિક સીગ્નલ તથા લાલ ઝંડી સાથે સૂચક બોર્ડ મુકાયુ નથી. આ રોડ મેન ભીડભાડ સાંજ-સવારે રહે છે. શહેરનું મુખ્ય માર્ગનો ઉપયોગ કરતા હોય છે. સમારકાર્યની ગટરની કુંડીઓ ખુલ્લી છે. અવરજવરમાં બાઈક સવાર ખાબકશે તો કોણ જવાબદારી લેશે તે યક્ષ પ્રશ્ર્ન છે.
જેથી નગર પાલિકાના એન્જીનીયર આ બાબતે કોન્ટ્રાકરનું ધ્યાન દોરીને સાંકેતિક ચિન્હ તેમજ આડ કાર્યક્ષેત્ર મુકવામાં આવે તેવી શહેરની આમ જનતાની માંગ ઉઠવા પામી છે. દે.બારીઆ નગરમાં આજુબાજુના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખરીદદારો પહોંચે છે. તેવા સમયે પાલિકા દ્વારા તથા કોન્ટ્રાકટરો કોઈપણ પ્રકારની ગંભીરતા દાખવતા નથી અને મુખ્ય બજારની વચોવચ આડેધડ ખોદકામ સાથે ગટરના ઢાંકણા ખુલ્લા રાખવામાં આવતાં અનેક રાહદારીઓ દિવસ દરમ્યાન અકસ્માતનો ભોગ બનવા સાથે વાહન ચાલકો પણ ચિંતાતૂર બની રહ્યા છે. દે.બારીઆ નગર પાલિકા દ્વારા આવા બેફિકર કોન્ટ્રાકટરની કામગીરી આપીને નગરના અનેક નિર્દોષ જાનનું જોખમ ઉભંું કરવા માટે ખુલ્લું આમંત્રણ આપી રહ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસ થી આ પ્રકારના અનેક બનાવ બનવા છતાં દે.બારીઆ નગર પાલિકાના પ્રમુખ તથા સી.ઓ. અને જે તે વિસ્તારના વોર્ડ સભ્યો જાણે કે કોન્ટ્રાકટરને છુપી રીતે મદદ રૂપ કરીને નિર્દોષ લોકોને જાનનું જોખમ કરી રહ્યા હોય તેમ લોકો માની રહ્યા છે.