આફ્રિકન દેશોમાં મોતનો આંતક! નાઈજીરીયામાં ૩૦, બુકના ફાસોમાં ૪૪ અને કોંગોમાં ૨૨ નાગરિકોની કરાઇ હત્યા

કોંગો,પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના એક ગામમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં લગભગ ૨૦ લોકોના મોત થયા છે.આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. ઇસ્લામિક સ્ટેટે ટેલિગ્રામ પર એક નિવેદનમાં હુમલાની જવાબદારી લીધી છે. મળતી માહિતી મુજબ, આ હુમલો બેનીની સીમમાં આવેલા ગામ મુસાંડાબામાં થયો હતો. સેના અને સ્થાનિક અધિકારીઓએ આ હુમલા માટે એલાઇડ ડેમોક્રેટિક ફોસસ પર આરોપ લગાવ્યો છે. ADF એ પૂર્વીય કોંગોમાં સ્થિત યુગાન્ડા જૂથ છે જે ઇસ્લામિક સ્ટેટ પ્રત્યે વફાદારીનું વચન આપે છે.

બેની ક્ષેત્રના સૈન્ય પ્રશાસક કર્નલ ચાર્લ્સ ઓમેગાએ હુમલામાં ૨૦ લોકોના મોતની જાણ કરી અને હુમલા માટે એડીએફને જવાબદાર ઠેરવ્યું. બીજી તરફ, સ્થાનિક કાર્યર્ક્તા જનવીર ક્સેરેકા ક્સાઈરીઓએ માહિતી આપી છે કે ૨૨ મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ઉત્તર કિવુ પ્રદેશમાં સેનાના પ્રવક્તા એન્થોની મ્વાલુશાયએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ સેનાથી બચવા માટે છરીઓનો ઉપયોગ કર્યો હતો.

આ સિવાય પશ્ર્ચિમ આફ્રિકાના દેશ બુકના ફાસોમાં પણ મોટો હુમલો થયો છે, જેમાં ૪૪ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, જેહાદીઓએ બુકના ફાસોના ઉત્તરી વિસ્તારમાં આ હુમલો કર્યો છે. આ દરમિયાન જેહાદીઓએ કુરાકુ અને તોંડોબી નામના બે ગામોને નિશાન બનાવ્યા હતા.

આ સિવાય નાઈજીરિયામાં પણ મોટો હુમલો થયો છે જ્યાં બંદૂકધારીઓના હુમલામાં ૩૦ લોકોના મોત થયા છે. આ હુમલો ઉત્તર નાઈજીરીયાના એક કેમ્પમાં થયો હતો. મળતી માહિતી મુજબ, આ દરમિયાન બંદૂકધારીઓએ શુક્રવારે સામાન્ય નાગરિકો પર અચાનક ગોળીબાર કર્યો હતો, જેમાં ૩૦ લોકોના મોત થયા હતા. ઘટના બેનુ રાજ્યના મગાબન ગામની છે. જોકે આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ તેની પાછળ ભરવાડોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.