ચીનની જાળમાં નેપાળ ફસાયું છે નિરીક્ષકો જણાવે છે કે, તેના મૂળમાં ચીન છે. નેપાળ ચીનની જાળમાં ફસાઈ ગયું છે તેથી સરહદે રહેતા લોકો- ગ્રામજનોની ગરીબી બેહદ વધી ગઈ છે. બોર્ડર સીલ કરાવી દેવાતા નેપાળ- તિબેટ વચ્ચેનો વ્યાપાર બંધ થઈ ગયો છે તેથી સરહદે વસતા ગ્રામીણ લોકોની હાલત તો ઘણી બેહાલ બની ગઈ છે. તે વિસ્તારના મુગુ જિલ્લાના ગ્રામીણોની હાલત તો બેહદ ખરાબ છે.
ધી કાઠમંડુ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે ૨૦૨૦ના પ્રારંભથી જ બોર્ડર સીલ થઈ જતા ત્યાં સેંકડો પરિવારો ગરીબીની કગાર પર પહોંચ્યા છે. બોર્ડર ઉપર રહેતા લોકો જણાવે છે કે અનિયમિત વ્યાપારની નીતિને લીધે તેઓ બેહાલ થઈ ગયા છે. મુગુમ કરમા રોંગ ગ્રામીણ નગરપાલિકાના અધ્યક્ષ ત્સી રીંગ ક્યામને લામાએ કહ્યું હતું કે, અહીં લગભગ ૪૫% લોકો ગરીબીમાં જીવે છે.
આ જિલ્લામાં વસ્તી પણ ઝડપભેર વધી રહી છે તેથી સ્થાનિક પ્રાકૃતિક સંશાધનો ઓછા પડે છે. ઝાડપાન બેફામ રીતે કપાતા ઔષધિઓ અને જડીબુટ્ટીનું ઉત્પાદન ઘણું જ ઘટયું છે. પહેલા મુગુ જિલ્લાનું મુગુમ કરમરોંગ ગ્રામીણ નગરપાલિકાના લોકો તિબેટ સાથે ૩૫ લાખ રૂપિયાનો દર વર્ષે વેપાર કરતા હતા. હવે, તે વેપાર બંધ થઈ ગયો છે તેમ છેવા ગ્યાલજોન તમાંગે કહ્યું હતું.તેઓએ કહ્યું હતું કે પાયાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવતી નથી. પહેલા વચન આપવામાં આવ્યું હતું કે રેલવે આવશે પરંતુ રેલવે તો દૂર રહી રસ્તાઓના પણ ઠેકાણા નથી.
નેપાળમાં મોંઘવારીએ માઝા મૂકી છે ૨૫ કિલો ચોખાની કિંમત ૭૫૦૦ રૂપિયા છે એટલે કે એક કિલો ચોખા ૩૦૦ રૂપિયે મળે છે. ચીન પ્રત્યે હવે લોકો અવિશ્ર્વાસની નજરે જોઈ રહ્યા છે નેપાળની મુશ્કેલીના મૂળમાં ચીનની જ ચાલબાજી હોવાનો વહેમ પડયો છે.