મોંઘવારી તમામ રેકોર્ડ તોડીને ૪૮ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી

ઇસ્લામાબાદ,પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દિન-પ્રતિદિન પરિસ્થિતિ વણસી રહી છે. મોંઘવારી તમામ રેકોર્ડ તોડીને ૪૮ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે, જેના કારણે જનતાનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. વિદેશી હૂંડિયામણના ઘટતા ભંડારને કારણે પાકિસ્તાન પોતાની જરૂરિયાતની તમામ વસ્તુઓની આયાત કરી શક્તું નથી. જેના કારણે લોકોને લોટ અને ચોખા જેવી રોજીંદી વસ્તુઓ મળી શકી રહી નથી. મળતું હોય તો પણ સામાન્ય કરતાં અનેક ગણું વધારે ચૂકવવું પડે છે. આ દરમિયાન વર્લ્ડ બેંકે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે.

વર્લ્ડ બેક્ધે પાકિસ્તાનના વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. વર્લ્ડ બેક્ધે પાકિસ્તાનનો વિકાસ દર ૨ ટકાથી ઘટાડીને ૦.૪ ટકા કર્યો છે. અહેવાલ મુજબ, વર્લ્ડ બેક્ધે કહ્યું છે કે વિવિધ આર્થિક આંચકાઓને કારણે આ નાણાકીય વર્ષમાં લગભગ ૪૦ લાખ પાકિસ્તાનીઓ ગરીબીમાં સંપડાઈ ગયા છે. વર્લ્ડ બેક્ધે પાકિસ્તાનને ‘જાહેર દેવાની કટોકટી’ ટાળવા માટે તાત્કાલિક નવી વિદેશી લોનની વ્યવસ્થા કરવાની સલાહ આપી છે. પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડાર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વર્લ્ડ બેક્ધની બેઠકમાં ભાગ લેવા વોશિંગ્ટન જવાના હતા. પરંતુ તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો હતો.

આ આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાનને IMF બેલઆઉટ પેકેજની સખત જરૂર છે, પરંતુ પાકિસ્તાનને હજુ સુધી આ પેકેજ મળ્યું નથી. પાકિસ્તાન સરકાર ઇં૧.૧ બિલિયનનું બેલઆઉટ પેકેજ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ માટે તેણે IMF ની તમામ શરતો પણ માંની છે. પરંતુ હજુ સુધી તેને ફંડ મળ્યું નથી. ૧૦ એપ્રિલે યોજાનારી આઇએમએફની બેઠકમાં પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડાર ભાગ લેવાના હતા. અહેવાલો અનુસાર, ઘરેલુ રાજકીય ઉથલપાથલના કારણે તેમણે વોશિંગ્ટનનો તેમનો પ્રવાસ રદ કર્યો છે. આ બેઠક ૧.૧ બિલિયનના બેલઆઉટ પેકેજ માટે જરૂરી હતી.

આઇએમએફ તરફથી બેલઆઉટ પેકેજમાં વિલંબને કારણે પાકિસ્તાની રૂપિયાની કિંમત અમેરિકી ડોલર સામે ૨૮૪ પર પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં ગાઢ આર્થિક સંકટ વચ્ચે મોંઘવારીએ પણ તેનો પાંચ દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષના આધાર પર માર્ચમાં મોંઘવારી દર ૩૫.૩૭ ટકા પર પહોંચી ગયો છે. સંકટની વચ્ચે પાકિસ્તાનની મોટી કંપનીઓ પોતાનો બિઝનેસ બંધ કરી રહી છે. ભૂતકાળમાં હોન્ડા સહિતના અનેક પ્લાન્ટને તાળા લાગી ગયા હતા.

પાકિસ્તાન પર કુલ દેવું અને જવાબદારી ૬૦ ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધુ છે. આ દેશની જીડીપીના ૮૯ ટકા છે. તે જ સમયે, આ દેવામાંથી લગભગ ૩૫ ટકા માત્ર ચીનનું છે, તેમાં ચીનની સરકારી વ્યાપારી બેક્ધોનું દેવું પણ સામેલ છે. પાકિસ્તાન પર ચીનનું ૩૦ અબજ ડોલરનું દેવું છે, જે ફેબ્રુઆરી ૨૦૨૨માં ૨૫.૧ અબજ ડોલર હતું.