રસ્તા બોર મોટર શૌચાલય આવાસો સહિતની પાયાની સુવિધાથી ગ્રામજનો વંચિત

  • નાની ભુગેડી ગ્રામ પંચાયતના વિકાસના કામમાં થયેલી ગેરીતિની અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત.
  • સરપંચ દ્વારા સરકારી યોજનાઓના નાણાની ઉચાપતની તપાસ કરવા રજૂઆત.
  • સ્થળ પર કામ કર્યા વિના જ બારોબાર નાણા ઉપાડી લેતા જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી રજુઆત.
  • મુખ્યમંત્રીને સંબોધીને કૌભાંડ બાબતે તપાસ કરવા માંગ કરવામાં આવી.

સંતરામપુર,સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને તેના પતિ માથાભારે હોવાથી લુખ્ખી દાદાગીરી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો સરપંચ કહે મારે ગાંધીનગર અને દિલ્હી સુધી હાથ લાબા છે. અમારૂં કોઈ અધિકારી બગાડી શકે તેમ નથી. તેવી ખુલ્લી વોર્નિંગ આપતા સરપંચને કાયદેસર કાર્યવાહી કરી કડકમાં કડક કાર્યવાહી કરી સરપંચ અને સરપંચના પતિને ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલા વિકાસના કામોમા ગેરરીતિની તપાસ અંગે ગામના આમળીયાર સુરસીંગભાઈ મોતીભાઈ દ્વારા તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષા સહિત મુખ્યમંત્રીને રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગ્રામ પંચાયતમાં આવેલ વિકાસના કામો ખાલી કાગળ પર જ કરવામાં આવ્યા છે અને તે કામોમાં પૈસા બરોબર સરપંચ દ્વારા અધિકારીઓ સાથે મિલી ભગતથી ઉપાડી લેવામાં આવ્યા છે. અધર વ્યક્તિના નામે બોર મોટર પાસ કરાવી સરપંચ દ્વારા જુના કામો બતાવી બારોબાર પૈસાનું કૌભાંડ કરવામાં આવતા ઉચ્ચ કક્ષાએ ભ્રષ્ટાચાર કર્યા હોવાથી રજૂઆત કરતા તાલુકા અને જિલ્લામાં ખડગડાટ મચી જવા પામ્યો છે. આ લાભાર્થીની જાણ બહાર બરોબર પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે અને આ ભ્રષ્ટાચાર અંગે આમલીયર સુરસીંગભાઇ મોતીભાઈ દ્વારા તાલુકા જિલ્લા અને ઉચ્ચકક્ષાએ અરજી કરવામાં આવી છે. જેના કારણે સમગ્ર પંથક ખળભળાટ મચી જવા પામ્યો છે.

નાની ભૂગેડીના સરપંચે ચૂંટણીમાં વધારે ખર્ચ કરવાથી પૈસા પુરા થઈ ગયા હોવાના કારણે ગ્રામજનોના નામે વિકાસના કામો પાસ કરાવી બરોબાર નાણાં ચાંઉ કર્યાનો આક્ષેપ.