દાહોદ,રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યુ દિલ્હી ના આદેશથી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લાઅદાલત, દાહોદનાં અધ્યક્ષ સ્થાને તથા તાલુકા કક્ષાએ જેમા ચેરમેન અને જયુડી.મેજી. ના અધ્યક્ષ સ્થાને દેવગઢ-બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા, સંજેલી કોર્ટોમાં તારીખ : 13/05/2023 નાં શનિવારના રોજ સવારના 10: 30 કલાકે નેશનલ લોક અદાલત યોજાશે.
આ લોક અદાલતમાં દાહોદ જીલ્લાની તમામ કાર્યોમા ચાલતા ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ કેસો, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 હેઠળના કેસો, બેંક રિકવરી વળતરના કેસો, વાહન અકસ્માતના રિપોર્ટવાળા કેસો તથા દરખાસ્તો સહિત કૌટુંબિક તથા લગ્ન જીવનને લગતા કેસો, શ્રમયોગી સંબંધિત તકરારને લગતા કેસો, જમીન સંપાદન હેઠળના કેસો, વીજળી તથા લાઈટ બીલના કેસો (ચોરી સિવાયના કેસો), દિવાની કેસો જેવા કે ભાડુઆત સંબંધિત, બેક લેણા તથા સીવીલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડીંગ હોય તેવા કેસો લોક અદાલતમાં મુકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે.
ઉકત કેસોમાં લોક અદાલતના માધ્યમથી સમાધાન કરવા ઇચ્છતા તમામ પક્ષકારોને સંબંધીત કોર્ટનો સંપર્ક કરી તાત્કાલીક અરજી કરવી. જેથી સામા પક્ષકારને નોટીસ કરી હાજર રખાવી સમાધાનથી કેસ પુરો કરી શકાય.
પ્રિલિટીગેશન કેસો અથવા પેન્ડીંગ કેસો જે દાહોદ જિલ્લા ન્યાયાલયમાં કે તાલુકા કક્ષાની અદાલતોનાં કાર્યક્ષેત્રમાં હોય ત્યાં આપ કે આપના વકીલએ સંબંધીત કોર્ટમાં આપના કેસ તારીખ : 13/05/2023 (શનિવાર) ના રોજ આયોજીત “રાષ્ટ્રીય લોક અદાલત” માં મૂકવા સંપર્ક કરી શકાશે.