સંતરામપુર,
સંતરામપુર તાલુકાના સીર ગામમાં વડાપ્રધાન આવાસ યોજના યોજનાનો લાભ આપવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી પરંતુ સર્વેની કામગીરી દરમિયાન આ ગામની અંદર કરવામાં આવેલી સર્વેની કામગીરીમાં ખોટી છે. સર્વે કરતા અને ગામના માલીવાડ મુકેશ ભાઈ ભરત ભાઈ મામલતદારને રજૂઆત કરી હતી.
સર્વે કરવા કેટલાક કર્મચારી સગાવાદ ચલાવી અને પોતાના રિલેશનમાં સર્વે કરી ગયા છે અને એવા લોકોનો સર્વે કર્યા છે કે જેમને પાકા મકાન હોવા છતાંય અને સરકારી કર્મચારી તરીકે ફરજ પણ બજાવે છે. તેવા વ્યક્તિઓ સીર ગામમાં વડાપ્રધાન આવાસ યોજના લાભ આપવા માટે સર્વેની કામગીરીમાં નામનો નીકળ્યા હતા પરંતુ અમારી પાસે પાકા મકાન જ નથી અને આવાસ યોજનાનો આજ દિન સુધી અમે લાભ મળ્યો જ નથી. અમે મામલતદારમાં આજે લેખિતમાં રજૂઆત કરી અને સાચા લાભાર્થીને સર્વે કરીને લાભ મળે તે માટે તપાસ કરવી જરૂરી છે. અરજદારે મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હતી. માલીવાડ મુકેશ ભાઈ ભરત ભાઈ પટેલિયા ગોવિંદભાઈ એ.એસ.માલીવાડ સીર ગામના વંચિત રહેલા આવાસ યોજનાથી તમામ આજરોજ મામલતદારમાં સર્વેની કામગીરીમાં ગેરરીતિ અને સગાવાદ થતા તાત્કાલિક તપાસ કરવા રજૂઆત કરી હતી.