ધાનપુરના નવાનગર ખાતે વૃધ્ધે ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત

દાહોદ,દાહોદ જિલ્લાના ધાનપુરના નવાનગર ગામના 65 વર્ષીય વૃધ્ધે અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી ઝેરના પારખા કરવાની કોશીષ કરતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

ધાનપુરના નવાનગર ગામના રોજડુંગરા ફળિયામાં રહેતા 65 વર્ષીય મુળીયાભાઈ વરસીંગભાઈ બારીયાએ ગત તા. 5-4-2023ના રોજ વહેલી સવારે સાડા છ વાગ્યાના સુમારે કોઈ અગમ્યકારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેમની હાલત ગંભીર બનવા તેઓને સારવાર માટે ધાનપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

આ સંબંધે મરણજનાર મુળીયાભાઈ બારીયાની પત્ની 61 વર્ષીય રાજુડીબેન મુળીયાભાઈ બારીયાએ ધાનપુર પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે આ સંદર્ભે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.