લુણાવાડા મદદનીશ ચેરિટી કમિશનર ફાલ્ગુનીબેન ત્રિવેદી પર એક તરફી અને પક્ષપાતી વલણના આક્ષેપો સાથે રાજ્ય ચેરિટી કમિશનરને રજુઆત

  • -સરકારના દફતર પર બંધારણ નથી તેમજ દફતર પર નોંધાવેલ ટ્રસ્ટીએમાં મોટા ભાગના ટ્રસ્ટીઓ મૃત્યુ પામેલા છે.
  • સરકારના રેકર્ડ પર 1973 ના વર્ષમાં હતા જે તે ટ્રસ્ટીઓ વહીવટ કરતા હોવાનું બતાવે છે.

લુણાવાડા,વીરપુર કેળવણી મંડળના ગેરવહીવટને લઈ પાછલા કેટલાય સમયથી વિવાદ ચાલે છે. સરકારના દફતર પર બંધારણ નથી. તેમજ દફતર પર નોંધાવેલ ટ્રસ્ટીએમાં મોટા ભાગના ટ્રસ્ટીઓ મૃત્યુ પામેલા છે. સરકારના રેકર્ડ પર 1973 ના વર્ષમાં હતા. જે તે ટ્રસ્ટીઓ વહીવટ કરતા હોવાનું બતાવે છે. ત્યાર બાદ કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના મૃત્યુ પામેલ લોકોના નામેં ખોટો વહીવટ ચાલવામાં આવતો હતો. તેની સામે મે 2011 માં સ્કીમ અરજી વડોદરા ખાતે દાખલ થતા કેળવણી મંડળની વર્ષોથી મલાઈ ખાતા કહેવાતા ટ્રસ્ટીઓ સફાળા જાગી જતા તેઓ છેલ્લા 49 વર્ષના ફેરફાર રિપોટો રાતો રાત બનાવટી બનાવી એક સાથે 12-જેટલાં ફેરફાર રિપોટો રજૂ કરતા તેની સામે વાંધા અરજીઓ આપતાં સદર ફેરફાર રિપોર્ટ મદદનિશ ચેરિટી કમિશનરની કચેરી લુણાવાડા ખાતે ચાલાવામાં આવતા પરંતુ જેમાં મદદનીશ ચેરિટી કમિશનર ફાલ્ગુનીબેન ત્રિવેદીનું વલણ એકતરફી અને એકજ બાજુની તરફદારી કરતા હોય અને તેમનો મનસુબો ચોક્કસ વ્યક્તિને ફાયદો કરવાનો વ્યવહાર વર્તન લાગતા તેમની પાસે થી સદર કેશ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવા ગુજરાત રાજ્યના ચેરિટી કમિશનરને લેખિતમાં રજુઆતો કરવામાં આવી છે. 4-જેટલાં વાંધેદારો દ્વારા સદર કેશ અહીં નહીં ચલાવા માટે રજુઆત કરી છે. તેમાં વધુમાં જણાવ્યું છે કે, ફાલ્ગુનીબેન પાસેથી ન્યાયની અપેક્ષા રાખી શકાય તેમ નથી તેથી વિશાળ ન્યાયના હિતમાં સદર કેશ ટ્રાન્સફર કરી અન્ય જગ્યા એ ચલાવવા રજુવાત કરેલ છે.