ગાંધીનગર,રાજ્ય સરકારે ખેડૂતોને વધારાના વીજ લોડના દંડમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. ખેતી માટે વીજ કનેક્શન ધરાવતા ખેડૂતોએ હવે વધારાના વીજ લોડ પર દંડ નહીં ભરવો પડે. હવે સ્થળ પર જ પૈસા ભરીને વીજ લોડ પણ વધારી શકાશે.ગુજરાત સરકાર સમક્ષ ક્સિાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે સરકારે આ નિર્ણય લીધો છે અને રાજ્યના અનેક ખેડૂતોને ખેતી માટે મોટી રાહત મળી છે.
લોડ વધારાની અરજી બાદ ખેડૂતોને માત્ર ડિપોઝીટ ચુકવવાની રહેશે. ખેડૂતોને સ્થળ પર પૈસા ભરી લોડ વધારી અપાશે. અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે. બીજી તરફ સરકારે સ્વૈચ્છિક જાહેર યોજનાની સમય મર્યાદા વધારવામાં આવી છે. આ યોજનાની મુદ્દત ૩૧ મે ૨૦૨૩ સુધી લંબાવાઈ છે. ક્સિાન સંઘની રજૂઆત પર સરકારે આ નિર્ણય લીધો છે.