મળી રહેલી ધમકીઓ વચ્ચે સલમાન ખાને ખરીદી મોંઘીદાટ બુલેટ પ્રુફ કાર

મુંબઇ,લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ તરફથી મળી રહેલી સતત ધમકીઓની વચ્?ચે સલમાન ખાને એક નવી બુલેટપ્રૂફ કારને સામેલ કરી છે. તેણે નિસાન પેટ્રોલ એસયુવી ખરીદી છે, જે હજી સુધી ભારતીય માર્કેટમાં ઓફિશિયલી લોન્ચ થઈ નથી. એક્ટર આ અઠવાડિયે મુંબઈમાં તેની પર્સનલ સિક્યુરિટી અને સ્થાનિક પોલીસ સાથે તેના આ નવા વ્હીકલમાં ટ્રાવેલિંગ કરતો જોવા મળ્યો હતો. નિસાન પેટ્રોલ સૌથી મોટી એસયુવી છે અને તે સાઉથ-ઈસ્ટ એશિયન માર્કેટમાં પોપ્યુલર કારમાંથી એક છે. કારનું વેચાણ ભારતમાં વેચાણ શરૂ ન થયું હોવાથી દબંગ ખાને તે ઈન્ટરનેશનલ માર્કેટમાંથી પ્રાઈવેટલી ઈમ્પોર્ટ કરી હશે તેમ લાગી રહ્યું છે. બુલેટપ્રૂફિંગના મામલે પણ એસયુવીને સૌથી સિક્યોર કારમાંથી એક માનવામાં આવે છે.

સલમાન ખાનના કાફલામાં આ પહેલી બુલેટપ્રૂફ SUV કાર નથી. ગત વર્ષે તેણે તેની ટોયોટા લેન્ડ ક્રૂઝર એસયુવીને બુલેટપ્રૂફ ગ્લાસમાં કન્ટવર્ટ કરી હતી. સલમાનની માલિકીની ટોયોટા લેન્ડ ક્રૂઝર એસયુવી એ લેટેસ્ટ જનરેશનનું મોડલ નથી. તેની પાસે આ બે બુલેટપ્રૂફ એસયુવી સિવાય મસડિઝ બેન્ઝ એસ-ક્લાસ, લેક્સસ એલએક્સ ૪૭૦, ઓડી એ૮, પોર્શ કાઈન, રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી, ઓડી આરએસ ૭, મસડીઝ એએમજી જીએલઇ ૬૩ જી અને મસડીઝ બેન્ઝ જીએલ-ગ્લાસ પણ છે.

ગત વર્ષે પિતા સલીમ ખાન અને સલમાનને કુખ્યાત ગેંગ દ્વારા ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં તેઓ બંનેની હાલત પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા જેવી કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરાયો હતો. જે બાદ એક્ટરના ઘર બહાર તરત જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આટલું જ નહીં તેને ગનનું લાઈસન્સ પણ આપવામાં આવ્યું હતું.