વિસાવદરનાં જેતલવડનાં પાટીયા પાસે વિદેશી દારૂ ભરેલી વેગનઆર જપ્ત

જુનાગઢ:વિસાવદર પોલીસે નાઈટ પેટ્રોલીંગમાં જેતલવડના પાટીયા પાસેથી નીકળેલી વેગનઆરને રોકી ચેક કરતાં ૮૪ બોટલ ઈંગ્લીશ દારૂની ૮૪ બોટલ મોબાઈલ સહિત કુલ રૂા.૧,૩૮,૬૦૦ના મુદામાલ સાથે સુરતના શખ્સની ધરપકડ કરી હતી.

આ અંગેની વિસાવદર પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં ગત તા.૬-૪-૨૦૨૩ની રાત્રીના ૧.૪૦ના સુમારે વિસાવદર પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે વેગનઆર કાર જી.જે.૧૫ ડીડી ૮૫૫૫ને રોકી ચેક કરતાં કારમાંથી ૮૪ બોટલ ઈંગ્લીશ દારુ કિંમત રૂા.૩૩૬૦૦ મોબાઈલ ફોન ૫૦૦૦ મારુતી સુઝુકી કાર સહિત કુલ રૂા.૧,૩૮,૬૦૦ સાથે આરોપી અલ્પેશ રતિલાલ પડશાળા (ઉ.૩૭) હાલ સુરત વરાછા મુળ અમરેલીના ધારી તાબેના સરસીયાની ધરપકડ કરી વિસાવદર પીએસઆઈ આર.બી.ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.