ઇસ્લામાબાદ,પાકિસ્તાની સંસદે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલની આગેવાની હેઠળની ૩ સભ્યોની બેન્ચે પંજાબ ચૂંટણીની નવી તારીખોની જાહેરાત કરી હતી. કોર્ટે ૧૦ એપ્રિલથી ૮ ઓક્ટોબર સુધી ચૂંટણીની તારીખો બદલવાના ચૂંટણી પંચના નિર્ણયને ફગાવીને ૧૪ મેના રોજ ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો.
ગઠબંધન સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ કર્યો હતો. બલૂચિસ્તાન અવામી પાર્ટીના ધારાસભ્ય ખાલિદ માગસીએ નેશનલ એસેમ્બલીમાં આદેશ વિરુદ્ધ ઠરાવ દાખલ કર્યો હતો, જેને ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તે બંધારણની વિરુદ્ધ છે. બુધવારે કેબિનેટને સંબોધતા વડા પ્રધાન શેહબાઝ શરીફે કહ્યું હતું કે કોર્ટનો નિર્ણય બંધારણ અને કાયદાની ઉપેક્ષા છે. તેનો અમલ કરી શક્તા નથી.
શરીફના નિર્ણયને નેશનલ એસેમ્બલીએ પણ ટેકો આપ્યો હતો. પંજાબ વિધાનસભાનું ૧૩ જાન્યુઆરીએ વિસર્જન કરવામાં આવ્યું હતું. સરકારનો દાવો છે કે તેની પાસે ચૂંટણીમાં વિલંબ કરવાની અને ઓગસ્ટ પછી દેશમાં સામાન્ય ચૂંટણીઓ કરાવવાની સત્તા છે. તે જ સમયે, ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈનું કહેવું છે કે ચૂંટણી સમય પહેલા થવી જોઈએ. પંજાબની ચૂંટણીમાં વિલંબ કરવાને બદલે નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરવું જોઈએ. કાયદા પ્રધાન આઝમ તરારે કહ્યું હતું કે ચૂંટણીના મુદ્દાઓ પર ધ્યાન આપવા અને સામાન્ય ચૂંટણી માટે એક જ તારીખ આપવા માટે સંપૂર્ણ અદાલતની રચના કરવી જોઈએ.