હેવાન બનેલા પતિએ પત્નીનું ગળું ત્યાં સુધી દબાવી રાખ્યું જ્યાં સુધી પરણિતાનો જીવ ના ગયો

જામનગર,ગુજરાત રાજ્યના જામનગરમાં પતિ- પત્નીના સામન્ય ઝઘડાનું ગંભીર પરિણામ આવ્યું છે. જામનગરના ધ્રોલમાં આંબેડકર નગર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો હતો. ચારિત્રયની શંકાના આધારે પતિ પર હેવાન સવાર થઈ ગયો હતો. પત્નીનું ક્રૂરતા પૂર્વક ગળું દબાવીને કરપીણ હત્યા કરી નાખી હતી. પત્ની તડપતી રહી પણ પતિએ તેને છોડી જ નહીં અને હત્યા કરી નાંખી હતી.

પુરાવાનો નાશ કરી પત્નિના મૃતદેહને ઘરના ફળિયામાં જ દાટી દીધો, જોકે, આરોપીની આ કરતૂત બહાર આવી જતા મૃતદેહને રિકવર કરવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયો. મૃતક ચૌહાણ બે દિવસથી લાપતા હતી, જેથી તેમની માતા ધ્રોલ પહોંચ્યા હતા. સાસુને સરખો જવાબ ન આપતા આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

જમાઈએ સાસુને સરખો જવાબ ન આપતા આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસની સખ્ત પુછપરછમાં આરોપી મનસુખે ગુનો કબુલ કર્યો હતો. પોલીસે આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.