અટલ બ્રિજનો કાચ તૂટ્યા બાદ કોર્પોરેશનની ટીમ હરક્તમાં, કાચની ફરતે લોખંડની ગ્રીલ લગાવવા વિચારણા

અમદાવાદ,અમદાવાદની ઓળખ સમા અટલ બ્રિજને ખુલ્લો મુક્યાના ૭ મહિનામાં જ બ્રિજનો કાચ તૂટવાની ઘટના સામે આવતા કોર્પોરેશનની ટીમ હરક્તમાં આવી ગઈ છે. અટલ બ્રિજના કાચ તૂટી જતા અધિકારીઓ દોડતા થયા છે. બ્રિજ ખુલ્લો મુકાયો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા બ્રિજને ૫૦ વર્ષ સુધી કંઈ નહીં થાય તેવા દાવા કરાયા હતા અને સાત જ મહિનામાં બ્રિજનો કાચ તૂટવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ કોર્પોરેશન હવે બ્રિજના કાચની ફરતે લોખંડની ગ્રીલ લગાવવાની વિચારણા કરી રહ્યુ છે. સૌપ્રથમ તો ૬ દિવસની અંદર તૂટેલા કાચ બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

જો કે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ગરમીને કારણે ગેસ થવાથી કાચ તૂટ્યો હોવાનુ પ્રાથમિક તારણ આપવામાં આવ્યુ છે. હાલ તૂટેલા કાચને બેરિકેડથી ઢાંકવામાં આવ્યો છે. જેથી કોઈ દુર્ઘટના ન ઘટે.

આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદી પર બનેલા નવા આકર્ષક અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ૩૦૦ મીટરની લંબાઈના બ્રિજને કારણે શહેરના આકર્ષણમાં વધુ એક નજરાણુ ઉમેરાયુ છે. રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતો દેશનો સૌપ્રથમ ફુટ ઓવરબ્રિજ છે. બ્રિજ ૨૧૦૦ ટન વજનનો છે. જેની ૩૦૦ મીટર લંબાઈ અને ૧૦૦ મીટર પહોંળાઈ છે. આ ફુટઓવરબ્રિજ પર ઇઝ્રઝ્રનું લોરિંગ અને સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આકર્ષક ડિઝાઇન અને ન્ઈડ્ઢ લાઇટિંગ સાથેનો આ આઇકોનિક પુલ લગભગ ૩૦૦ મીટર લાંબો અને મયમાં ૧૪ મીટર પહોળો છે. નદીના પશ્ર્ચિમ છેડે આવેલા ફૂલ બગીચાને અને પૂર્વમાં મુલાકાતી કળા અને સંસ્કૃતિ કેન્દ્રને જોડે છે. પદયાત્રીઓ ઉપરાંત સાયકલ સવારો પણ આ પુલનો ઉપયોગ કરી શકશે. બ્રિજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે લોકો નીચલા અને ઉપરના બંને તરફ અથવા રિવર ફ્રન્ટના રિસોર્ટ સુધી પહોંચી શકે.