ગોવાહાટી,આઇપીએલ ૨૦૨૩ ની ૮મી મેચ અસમના ગુવાહાટીમાં રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી આ મેચ જબરદસ્ત રોમાંચક અંતિમ ઓવરોમાં બની હતી. એક સમયે મુશ્કેલીમાં મુકાયેલ રાજસ્થાનની ટીમને અંતમાં હેટમાયર અને ઘ્રૂવ જૂરેલે મેચને રોમાંચક બનાવી દીધી હતી. જોકે સેમ કરને અંતમાં મેચને પંજાબના પક્ષમાં કરાવી દીધી હતી. કરન અને શાહરુખ ખાને હેટમાયરના તોફાનને રન આઉટ વડે શાંત કરતા આ જીત નસીબ થઈ શકી હતી. ૫ રનથી પંજાબ કિંગ્સે જીત મેળવવા સાથે પોઈન્ટ્સ ટેબલમાં હવે તે ગુજરાત ટાઈટન્સ બાદના સ્થાને એટલે કે બીજા ક્રમે પહોંચી છે.
ગુવાહાટીમાં હાર સાથે જ રાજસ્થાન રોયલ્સ હવે પંજાબથી પાછળ છૂટી ગયુ છે. ગુવાહાટીનુ બારાસપારા સ્ટેડિયમ રાજસ્થાન ટીમનુ સેકન્ડ હોમગ્રાઉન્ડ છે. અહીં રમાયેલી આ મેચનુ પરીણામ અંતિમ ઓવરમાં આવ્યુ હતુ. અહીં ૧૭, ૧૮ અને ૧૯મી ઓવરમાં ખૂબ રન રાજસ્થાને નિકાળતા ૫૩ રન મેળવ્યા હતા. આમ અંતિમ ઓવરમાં ટાર્ગેટ માત્ર ૧૬ રન દૂર રહ્યુ હતુ. જેની સામે રાજસ્થાને ૧૦ જ રન મેળવ્યા હતા. આમ પંજાબને સિઝનમાં બીજી જીત મળી હતી.
મેચ જીતવા સાથે જ પોઈન્ટ્સ ટેબલમાં પંજાબ કિંગ્સનુ સ્થાન ઉપર આવી ગયુ છે. ગુજરાત અને પંજાબ કિંગ્સ બંને ટીમો સિઝનમાં અત્યાર સુધીમાં ૨-૨ મેચ જીતનારી છે. જોકે હજુ કોલકાતા અને બેગ્લોર સહિતની ટીમોને બીજી મેચ રમવાની બાકી છે. પંજાબ કિંગ્સ હવે ૨ મેચ જીતીને ૪ પોઈન્ટ ધરાવે છે. આ સાથે જ તે હવે ગુજરાત ટાઈટન્સના પોઈન્ટ્સની બરાબરી કરી લીધી છે, જોકે નેટ રનરેટમાં હજુ થોડુ પાછળ છે. જોકે આ પહેલા પાંચમા ક્રમે પંજાબની ટીમ હતી અને હાર તેને માટે નુક્શાન સર્જી શક્તુ હતુ.
જોકે રાજસ્થાન રોયલ્સને હારને લઈ મોટો ફટકો વાગ્યો છે. તે પોઈન્ટ્સ ટેબલમાં હવે પાછળ ધકેલાઈ ગયુ છે. રાજસ્થાનની ટીમ હવે સીધી જ ચોથા ક્રમે આવી ગઈ છે. અહીં તે રન રેટના આધારે લખનૌ અને ચેન્નાઈની ટીમ કરતા આગળ રહી છે.
હવે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સિઝનની ૯મી મેચ રમાનારી છે. આ મેચમાં બેંગ્લોરની ટીમને જીત મોટો ફાયદો કરાવી શકે છે.જ્યારે કોલકાતાની હાલત વધારે ખરાબ થઈ શકે છે. બેંગ્લોર સિઝનમાં સૌથી સારો નેટરનરેટ ધરાવે છે. આવામાં બીજી જીત તેને ટોચ પર પહોંચાડી શકે છે. જ્યારે ગુજરાતની ટીમ બીજા ક્રમે પહોંચી શકે છે.