મહિસાગર,ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 09/04/2023 ના રોજ યોજાનાર છે. ત્યારે પરિક્ષાર્થિઓ પરિક્ષા કેન્દ્ર ખાતે સમયસર પહોચી શકે તે માટે મહીસાગર જીલ્લાના તમામ ડેપો ખાતે થી પરીક્ષાર્થીઓને પરિક્ષા કેન્દ્ર ખાતે પહોચવા માટે તેમજ નજીકના ડેપો ખાતે પરત મુક્વા જવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે અને પરીક્ષાર્થીઓની સુવિધા માટે તા. 08/04/2023 થી તા.09/04/2023 ના 17.00 કલાક સુધી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે અને કંટ્રોલ રૂમનો ફોન નં. 02674 250001 છે. જેની પરીક્ષાર્થિઓએ લાભ લેવા ડેપો મેનેજર લુણાવાડાની અખબારી યાદી માં જણાવાયું છે.