દેશભરમાં ડૉક્ટરોની હડતાળ, કોવિડની સેવાઓ ખુલ્લી રહેશે

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને (IMA)આવતીકાલે એટલે કે 11 ડિસેમ્બરે દેશભરમાં ડૉક્ટરોની હડતાળની (Doctors Strike)જાહેરાત કરી છે. આઈએમએએ આયુર્વેદના પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોને સર્જરીની મંજૂરી આપવાના સરકારના નિર્ણય સામે હડતાળની જાહેરાત કરી છે. દેશવ્યાપી હડતાળ દરમિયાન બિન જરૂરી અને બિન કોવિડ સેવાઓ બંધ રહેશે. આઈસીસી અમે સીસીયૂ જેવી ઇમરજન્સી સેવા યથાવત્ રહેશે. જોકે પહેલાથી નિશ્ચિત ઓપરેશન કરવામાં આવશે નહીં. IMAએ સંકેત આપ્યો છે કે આવનાર સપ્તાહોમાં આંદોલન તેજ બની શકે છે.

આઈએમએની હડતાળ દરમિયાન ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી બંધ રહેશે પણ સરકારી હોસ્પિટલ ખુલ્લી રહેશે. ખાનગી હોસ્પિટલોમાં ફક્ત ઇમરજન્સી સેવાઓ યથાવત્ રહેશે. દેશભરની ખાનગી હોસ્પિટલોએ હડતાળ પર ચિંતા વ્યક્ત કરી છે. IMAએ કહ્યું કે 11 ડિસેમ્બરે બધા ડોક્ટર સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હડતાળ પર રહેશે.

રાજકોટ ખાતે રિજિયોનલ કોરોના વેક્સિન સ્ટોરેજ કેન્દ્ર તૈયાર થોડાક દિવસો પહેલા સેન્ટ્રલ ઓફ ઇન્ડિયન મેડિસિન (CCIM)તરફથી જાહેર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે આયર્વેદના ડોક્ટર પણ હવે જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન, ગળાની સર્જરી કરી શકશે. CCIMએ આયુર્વેદના કેટલાક ખાસ ક્ષેત્રના પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોને સર્જરીનો અધિકાર આપ્યો છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન આ નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે. આઈએમએએ સરકારના આ નિર્ણયને દર્દીઓના જીવ સાથે ખિલવાડ ગણાવ્યો છે. સરકારે આ નિર્ણય તરત પાછો લેવો જોઈએ. સરકારના નિર્ણયથી એલોપેથી ડોક્ટરોમાં ઘણી નારાજગી છે.

રાજ્યના 800 ઇન્ટર્ન ડોકટર્સની 14મી ડિસેમ્બરે હડતાળ પર જવાની ચીમક

અમદાવાદ,રાજ્યના પ્રાથમિક શિક્ષકો બાદ હવે સરકારી હોસ્પિટલના ઇન્ટર્ન ડોકટર્સ સરકારથી નારાજ થયા છે. તેઓ છેલ્લા માર્ચ મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા છે. અન્ય રાજ્યો કરતા ગુજરાતની સરકારી મેડિકલ કોલેજમાં MBBS ઇન્ટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું હોવાનો રાગ આલાપી ડોકટર્સે આગામી 14 ડિસેમ્બર સુધીમાં નિર્ણય નહીં લેવાય તો હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે