દાહોદ,દાહોદ જીલ્લામાં ચાલકની ગફલતને કારણે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે જણા સ્થળ પર જ કાળનો કોળીયો બન્યાનું તેમજ એકને ગંભીર ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.
દાહોદ જીલ્લામાં ગમખ્વાર અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના કતવારાથી આગાવાડા જતાં રોડ પર રાત્રીના પોણા દશ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક ઓટો રીક્ષા ચાલક તેના કબજાની જીજે-20 ડબલ્યુ-4954 નંબરની રીત્રા પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ કતવારાથી આગાવાડા તરફ જતાં રોડ પર રોડની સાઈડમાં ચાલતા જઈ રહેલા સાવન નામના છોકરાને ટક્કર મારી રોડ પર પાડી દઈ તેના પર ઓટો રીક્ષા ચડાવી દઈ તેને શરીરે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે રીક્ષા ચાલક તેના કબજાની ઓટો રીક્ષા સ્થળ પર જ મૂકી નાસી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ કતવારા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનાર સાવન નામના છોકરાની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ પચનામં કરી પોસ્ટ મોર્ટમ માસે લાશને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી ગમલા ગામના કમલેશભાઈ રમેશભાઈ સંગાડાએ આ સંબંધે નોંધાવેલ ફરિયાદને આધારે કતવારા પોલીસે ઓટો રીક્ષા ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે દાહોદ જીલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ ધાનપુર તાલુકાના આંબાકાંચ ગામે ભુરીયા ફળિયામાં પાકા ડામર રોડ પર મોડી રાતના બે વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં ગરબાડા તાલુકાના ભે ગામે રહેતા અનીલભાઈ રમેશભાઈ ભુરીયા પોતાની જીજે-20 એ.આર-6927 નંબરની યામાહા એમટી 15 મોટર સાયકલ પર પાછળ જીગ્નેશભાઈ રમેશભાઈ મોહનીયાને બેસાડી પોતાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકરી લઈ જતાં આંબાકાચ ગામે ભુરીયા ફળિયામાં પાકા ડામર રોડ પર વધુ પડતી ઝડપને કારણે ચાલક અનીભાઈ ભુરીયાએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટર સાયકલ સ્લીપ ખાઈ જતાં મોટર સાયકલ ઉપર પાછળ બેઠેલ જીગ્નેશભાઈ રમેશભાઈ મોહનીયાને શરીરે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે મોટર સાયકલ ચાલક અનીલભાઈ રમેશભાઈ ભુરીયાને શરીરે ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ સંબંધે આંબાકાચ ગામના સરપંચ ફળીયાના અંકીતભાઈ સમસુભાઈ મોહનીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલીસે મોટર સાયકલ ચાલક અનીલભાઈ રમેશભાઈ ભુરીયા વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.