ગોધરામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
ગોધરા,પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં આજે શ્રી હનુમાન જન્મ જયંતિની શ્રધ્ધાભાવ સાથે ઉજવણી કરવામાં આવી. ઠેરઠેર મંદિરોમાં ભાવિભકતો વહેલી સવારથી ઉમટી પડયા હતા. સાથે ગોધરા સહિતના નગરમાં શ્રીજી હનુમાન જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી.
ગોધરા શહેર સહિત હાલોલ, કાલોલ, મોરવા(હ), શહેર, ધોધંબા ખાતે આજરોજ શ્રી હનુમાન બજરંગબલીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે હનુમાન મંદિરોમાં તૈયારીઓ કરવામાં આવી હતી. વહેલી સવારથી હનુમાન મંદિરોમાં ભાવિ ભકતો શ્રધ્ધાભાવ સાથે મહાબલી હનુમાનજીના દર્શન કરવા ઉમટી પડયા હતા. ગોધરા ખાતે વાવડી બુઝર્ગ, પથ્થર તલાવડી, તળાવ રોડ તેમજ હમીરપુર ખાતે આવેલ હનુમાનજીના મંદિરોમાં ભકતો દર્શન માટે પહોંંચ્યા હતા. શ્રી હનુમાન જન્મોત્સવ નિમિતે ગોધરા, હાલોલ, કાલોલ, ધોધંબા ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયજન કરવામાં આવ્યું હતું. સાથે મંદિરોમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. જીલ્લામાં જાંબુધોડા તાલુકામાં આવેલ ઝંડ હનુમાન મંદિર ખાતે પંચમહાલ, રાજપીપલા અને વડોદરા જીલ્લા માંથી ભાવિભકતો દર્શન માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. પંચમહાલ જીલ્લામાં હનુમાન જન્મોત્સવની ઉજવણી અને શોભાયાત્રાને ધ્યાનમાં રાખી જીલ્લા પોલીસ દ્વારા ચુસ્તપોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.