કઝાન,બ્રાઝિલે આવતા વર્ષે એટલે કે ૨૦૨૪માં યોજાનારી બ્રિક્સ સમિટનું આયોજનને અનુલક્ષીને હાથ ઊચા કરી દીધા છે. બ્રાઝીલનું કહેવું છે કે તે એક જ વર્ષમાં તે જી ૨૦ અને બ્રિકસ બંને સમિટ યોજી શકશે નહીં. તેની પાસે વ્યવ્સ્થાને લઈને પડકાર છે. આવી સ્થિતિમાં બ્રાઝિલ આવતા વર્ષે બ્રિકસનું હોસ્ટિંગ નહીં કરે. ઓર્ડર મુજબ, આગલું નામ રશિયાનું આવે છે. રશિયા ૨૦૨૫માં બ્રિકસનું હોસ્ટિંગ કરવાનું હતું પરંતુ હવે તે ૨૦૨૪માં જ સમિટનું આયોજન કરશે. આ કોન્ફરન્સ રશિયાના કઝાન શહેરમાં યોજાશે.
બ્રિકસએ પાંચ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમૂહ છે. દર વર્ષે બ્રિકસની સમિટ થાય છે જેમાં પાંચ દેશોના રાષ્ટ્રાયક્ષો અથવા પ્રતિનિધિઓ સામેલ થાય છે. ભારત પણ બ્રિકસ સમિટનું આયોજન કરી ચૂક્યું છે. આ સંગઠનને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેમાં વિશ્ર્વની અનેક આર્થિક મહાસત્તાઓ સામેલ છે. આમાં કોઈ પશ્ર્ચિમી દેશ સામેલ નથી. અગાઉ દક્ષિણ આફ્રિકા તેનો ભાગ ન હતું. ત્યારે આ સંગઠન મ્ઇૈંઝ્ર તરીકે ઓળખાતું હતું.
વર્ષ ૨૦૦૬માં ન્યૂયોર્કમાં ૪ દેશોના વિદેશ મંત્રીઓએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ત્યારબાદ આ સમૂહનું બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૧માં દક્ષિણ આફ્રિકા પણ આ સમૂહમાં સામેલ થઈ ગયું હતું. વાસ્તવમાં ચીન, ભારત અને રશિયા આ ૩ દેશોની ગણતરી વિશ્ર્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં થાય છે. આ સિવાય આફ્રિકા ખંડનો સૌથી મોટો દેશ દક્ષિણ આફ્રિકા છે. આમ આ સંગઠનનું મહત્વ વધી જાય છે. અન્ય ઘણા દેશો આ સંગઠનનો ભાગ બનવા માંગે છે. આવા દેશોમાં સાઉદી અરેબિયા અને મેક્સિકોનો સમાવેશ થાય છે જેણે ખુલીને પોતાની વાત રજૂ કરી છે.