પંચમહાલ જીલ્લામાં આજે ૧૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૩૪૪૬ થયો

  • ગોધરામાં-૦૮, હાલોલ-૦૧, કાલોલ-૦૨,શહેરા-૧.
  • ૨૨ દર્દી સાજા થતાં રજા અપાઈ.
  • એકટીવ કેસ ૨૨૬.
  • જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ આંક – ૩૪૪૬ .
  • મૃત્યુ આંક – ૧૨૩.

ગોધરા
પંચમહાલ જીલ્લામાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે. જીલ્લામાં આજરોજ વધુ ૧૨ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. નવા ૧૨ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધીનો કુલ આંક ૩૪૪૬ થવા પામ્યો છે.

પંચમહાલ જીલ્લામાં કોરોના એ ભરડો લીધો હોય તેવી સ્થિતી નિર્માણ થઈ છે. જીલ્લામાં વધતો જતાં કોરોના પોઝીટીવ આંક ચિંતાનો વિષય બન્યો છે. પંચમહાલ જીલ્લામાં વધુ ૧૨ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો છે. તેમાં ગોધરામાં-૦૮, હાલોલ-૦૧, કાલોલ-૦૨,શહેરા-૧ કેસ નોંધાવા પામ્યો છે. જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. તેવા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની તેમજ સર્વેની કામગીરીમાં ગતિ લાવવામાં આવી છે. પંચમહાલ જીલ્લામાં વધતા કોરોના પોઝીટીવ કેસને લઈ જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સર્તક બન્યું છે. પોઝીટીવ કેસ નોંધાયા તેવા વિસ્તારોમાં હોમ કોરોન્ટાઈન તેમજ માઈક્રો ક્ધટેનમેન્ટ કરવામાં આવ્યા છે.