હાલોલ,હાલોલ ખાતે ભૂગર્ભ ગટર યોજનાનું કામ કરવામાં આવ્યું છે. જેમાં શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ હિમાલી એપાર્ટમેન્ટ પાસે ટ્રાફિક હોવાના કારણે ગટરના ઢાંકણા વારંવાર તૂટી જાય છે અને ખાડા પડી જાય છે. ઉલ્લેખનીય છે કે, તાલુકા પંચાયત કચેરી પાસે મેઈન રોડ પર પણ ગટરના ઢાંકણ તૂટી જવાથી ખાડો પડી ગયેલ છે. આંમ, અલગ અલગ વિસ્તારના ગટરના ઢાંકણ તૂટવા થી ખાડા પાડવાને કારણે જાહેર માર્ગ પર અકસ્માતનો ભય રહે છે. તો તંત્ર દ્વારા ક્યારે તેનો કાયમી ઉકેલ આવશે.?