કોલસાની દલાલીમાં હાથ કાળા’, ભાજપે ’કોંગ્રેસ ફાઇલ્સ’નો ત્રીજો એપિસોડ જાહેર કર્યો

નવીદિલ્હી,ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા ’કોંગ્રેસ મતલબ કરપ્શન’ શીર્ષકની સીઝન-૧ના ત્રીજા એપિસોડમાં મનમોહન સિંહ સરકારના કાર્યકાળ દરમિયાન ૨૦૧૨માં બહાર આવેલા કોલસા કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, ’કોલસાની દલાલીમાં કોંગ્રેસનો હાથ કાળો નથી થયો’ તેના બદલે, યુપીએ સરકારની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ભ્રષ્ટાચારના મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલુ છે. દરમિયાન ભાજપે કોંગ્રેસ ફાઈલનો ત્રીજો એપિસોડ જાહેર કર્યો છે. આ એપિસોડમાં ભાજપે કોંગ્રેસના સમયમાં થયેલા કોલસા કૌભાંડને લઈને યુપીએની મનમોહન સિંહ સરકાર પર ઘણા મોટા આરોપો લગાવ્યા છે.

ભાજપે કોલસા કૌભાંડને લઈને કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવતો એક વીડિયો જાહેર કર્યો અને લખ્યું, કોંગ્રેસ ફાઈલ્સના ત્રીજા એપિસોડમાં, કોલસાની દલાલીમાં કાળા હાથની વાર્તા જુઓ…

ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા ’કોંગ્રેસ મતલબ કરપ્શન’ શીર્ષકની સીઝન-૧ના ત્રીજા એપિસોડમાં મનમોહન સિંહ સરકારના કાર્યકાળ દરમિયાન ૨૦૧૨માં બહાર આવેલા કોલસા કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, ’કોલસાની દલાલીમાં કોંગ્રેસનો હાથ કાળો નથી થયો’ તેના બદલે, યુપીએ સરકાર. કોંગ્રેસનું કાઠું કાઢ્યું હતું.

ભાજપે કોંગ્રેસના કારનામા પર ત્રણ મિનિટનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં અનેક મીડિયા રિપોર્ટ્સને ટાંકીને કોલસા કૌભાંડના આરોપો લગાવવામાં આવ્યા છે. આ સાથે કોંગ્રેસ અને મનમોહન સિંહ પર જોરદાર નિશાન સાધ્યું છે. ભાજપના આ વીડિયોમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રિમોટ કંટ્રોલ પીએમ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

ભાજપે પૂર્વ પીએમ મનમોહન સિંહની સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પણ અનેક તસવીરો પ્રદશત કરી છે. આ સાથે જ વીડિયોના અંતમાં ભારતીય જનતા પાર્ટીએ એ પણ સંકેત આપ્યો છે કે ચોથા એપિસોડમાં કયા મુદ્દાઓ અને કઈ બાબતોનો ઉલ્લેખ કરી શકાય છે. ભાજપના સંકેતો અનુસાર ચોથા એપિસોડમાં કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડની વાત થઈ શકે છે.