અમદાવાદ,અમદાવાદના સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી પેઢી પર વર્ષ ૨૦૨૦માં આવકવેરા વિભાગે પાડેલા દરોડા મામલે મોટો ખુલાસો થયો છે. આ પેઢી બોગસ ટ્રસ્ટ કે રાજકીય પક્ષોના નામે ચેકથી દાન સ્વીકારતી હતી.
કાયદાની છટકબારીનો ઉપયોગ કરી મોટાપાયે ટેક્સની ચોરી કરાતી હોવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદના સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી પેઢી પર વર્ષ ૨૦૨૦માં આવકવેરા વિભાગે પાડેલા દરોડા મામલે મોટો ખુલાસો થયો છે. આ પેઢી બોગસ ટ્રસ્ટ કે રાજકીય પક્ષોના નામે ચેકથી દાન સ્વીકારતી હતી. અને પછી ત્રણથી ચાર ટકા જેટલો વટાવ કાપીને બાકીના રૂપિયા રોકડમાં પાછા આપતી હતી.
આ રીતે ટેક્સ ચોરીનું એક કૌભાંડ લાંબા સમયથી ધમધમતું હતું. જે અંગેની બાતમી મળતા જ આઈટી વિભાગે પાડેલા દરોડામાં પેઢીમાં ૧૨ હજાર કરોડના વ્યવહાર થયાનું સામે આવ્યું છે. આ પેઢીએ અંદાજે ૪ હજાર કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કર્યાની આશંકા છે. જેમાં કેટલાક ખાનગી કંપનીઓના મોટા પગારદારો પણ સામેલ છે.
ઈક્ધમટેક્સ વિભાગે પેઢી સાથે વ્યવહાર કરનારા કેટલીક કંપનીના સંચાલકો અને મેનેજર સહિત ૩૫૦૦ લોકોને નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે. ઈક્ધમ ટેક્સ વિભાગે આપેલી નોટિસ ૨૦૧૮થી ૨૦૧૯ના વર્ષની છે. પરંતુ હજી ૨૦૧૯ થી લઈને ૨૦૨૨ સુધીના વર્ષની તપાસ બાકી છે. ટેક્સની ચોરી કરનારા તમામ ૩૫૦૦ લોકો સામે આગામી સમયમાં કાયદાનો સકંજો ક્સાઈ શકે છે.