ગીરસોમનાથ,ગીરસોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તેમજ રાજ્યના શિક્ષણ મંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્ર્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર દ્વારા સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેકની સાથે જિલ્લામાં પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. કલેક્ટર સજોડે સોમનાથ પધાર્યા હતા. જ્યાં તેઓએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા. સાથે શાોક્ત વિધિ વિધાનથી સોમેશ્ર્વર મહાપૂજા કરી તેઓએ ધન્યતા વ્યક્ત કરી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી કલેક્ટરને સોમનાથ મહાદેવની સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતા અને સોમનાથ મહાદેવની સોમેશ્ર્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.
રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે સજોડે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો. મંત્રી ડૉ. કુબેર ડીંડોરે સોમનાથ મહાદેવના દર્શન કરી મહાદેવનો જલાભિષેક કર્યો હતો. દર્શન બાદ તેઓએ સોમેશ્ર્વર મહાપૂજામાં ભાગ લીધો હતો. તેમની સાથે તેઓના પત્ની તેમજ સ્નેહીઓ સોમેશ્ર્વર મહાપૂજામાં જોડાયા હતા. સોમનાથ મંદિરના મુખ્ય પુજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે તેઓને મહાદેવની સોમેશ્ર્વર મહાપૂજા કરાવવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્મૃતિ ભેટ આપી નવનિયુક્ત કલેક્ટર અને મંત્રીનું સન્માન કર્યું હતું.