ફેસબુક અને ગૂગલથી જ્યાં દુનિયા ભરના લોકોને સોશિયલ મીડિયાથી ફાયદો થયો છે. તો વળી તેના કારણે પત્રકારિતાને નુકસાન પણ થયુ છે. જો કે, આ નુકસાનીનું વળતર ઓસ્ટ્રેલિયાની સરકાર હવે ફેસબુક અને ગૂગલ પાસેથી બહુ મોટી રકમ વસૂલવાની તૈયારી કરી રહી છે. બુધવારે ઓસ્ટ્રેલિયન સંસદમાં પાસ થયેલા આ કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ રહેશે તો ત્યાંના મીડિયાના દિગ્ગજોને તેમને પત્રકારિતા ચલાવવા માટે બહુ મોટો દંડ ભરવો પડશે.
ઓસ્ટ્રેલિયાની સંસદના કોષાધ્યક્ષ જોશ ફ્રાઈડેનબર્ગે તથાકથિત ન્યૂઝ મીડિયા અને ડિજીટલ પ્લેફોર્મ મેનડેટરી બાર્ગેનિંગ કોડ ( News Media and Digital Platforms Mandatory Bargaining Code)ની શરૂઆત કરતા આ વાતનો ખુલાસો કર્યો છે કે, ઓસ્ટ્રેલિયા એવો પહેલો દેશ હશે, જ્યાં ડિજીટલ પ્લેટફોર્મને પત્રકારિત સંબંધિત સામગ્રી માટે ન્યૂઝ મીડિયાને દંડના સ્વરૂપમાં વળતર આપવામાં આવશે. ફ્રાઈનડેનબર્ગે સંસદમાં જણાવ્યુ હતું કે, આપણે પારંપરિક મીડિયા કંપનીઓની સ્પર્ધા તથા ટેકનિક અડચણો સામે ઝઝૂમી રહેલી પત્રકારિતાને બચાવવાની કોશિશ કરી રહ્યા નથી, પણ એક સમાન સ્તરનો માહોલ તૈયાર કરી, જ્યાં બજારની શક્તિનો ખોટો ઉપયોગ ન કરવામાં આવે અને મૂળ સમાચાર સામગ્રી નિર્માણનું યોગ્ય વળતર આપવામાં આવે.
આ મામલે વોટિંગ પહેલા કાયદાના ડ્રાફ્ટ પર થશે તપાસ
સંસદ આગામી વર્ષે આ સંબંધમાં વોટિંગ કરે તે પહેલા સેનેટ કમિટી દ્વારા આ કાયદાના ડ્રાફ્ટની તપાસ થશે. કોડના ઉલ્લંઘન પર આ ડિજીટલ કંપનીઓને 10 મીલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ અથવા ઓસ્ટ્રેલિયામાં તેમના વાર્ષિક બિઝનેસમાંથી 10 ટકા બરાબર દંડ ભરવાનો રહેશે. જો કોઈ ડિજીટલ પ્લેટફોર્મ અને એક ન્યૂઝ બિઝનેસ ત્રણ મહિનાની વાતચીત બાદ પણ કોઈ સમાચાર માટે એક કિંમત પર સહમત થતાં નથી તો આવી સ્થિતીમાં ઓછામાં ઓછા બે વર્ષોમાં ચૂકવણી માટે નિર્ણય લેવા કરવા ત્રણ સભ્યોની મધ્યસ્થતા પેનલ બનાવામાં આવશે. જે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરશે તે માન્ય રહેશે.
ઓસ્ટ્રેલિયાની સરકાર આ વાતથી ચિંતિત છે કે, ગૂગલ ઓનલાઈન જાહેરાતનો 53 ટકા ભાગ લઈ રહી છે, જ્યારે ફેસબુક કોઈ પણ જાતના સમાચાર વગર 28 ટકા ભાગ લઈ રહી છે. જે પોતાના યુઝર્સ સાથે શેર કરે છે. દેશના સૌથી મોટા મીડિયા સંગઠનોમાના એક ન્યૂઝ કોર્પ ઓસ્ટ્રેલિયાના કાર્યકારી અધ્યક્ષ માઈકલ મિલરે આ કાયદાનું સ્વાગત કર્યુ છે.