દાહોદ,દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઝાબુ ગામના યુવાને ધાનપુર તાલુકાના કાણાકુવા ગામની સગીરાનું 14 માસ પહેલા પત્ની તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ અનવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવતા તેણીએ એક બાળકને જન્મ આપતા તેનો આજ દિન સુધી તેનો તે યુવકે નિકાલ ન કરતાં મામલો પોલીસમાં પહોંચ્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઝાબુ ગામે શીતવા ફળિયામાં રહેતા સુકાભાઈ નરવટસીંગ બારીયા નામના યુવાને ગત તા. 2-1-2022ના રોજ વહેલી સવારના છ વાગ્યાનાલ સુમારે ધાનપુર તાલુકાના કાણાકુવા ગામના પટેલ ફળિયામાં રહેતી 14 વર્ષ 3 માસની ઉંમરની સગીરાને પત્ની તરીકે રાખવા સારૂ પ્રેમના પાઠ ભણાવી, અપહરણ કરીને લઈ ગયો હતો અને ત્યારબાદ તે અપહૃત સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર તેણીની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારતાં તેણીને ગર્ભ રહી ગયો હતો અને સમય જતાં તેણીએ એક બાળકને જન્મ આપ્યો હતો અને તેનો અપહરણ કર્તા સુકાભાઈ નરવટસિંહ બારીયાએ આજદિન સુધી કોઈ નિકાલ નહી કરતાં આ સંબંધે અપહૃત સગીરાની માતાએ જેસાવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંગદર્ભે ઝાબુ ગામના સીતવા ફળિયામાં રહેતા અપહરણકર્તા સુકાભાઈ નરવટસિંહ બારીયા વિરૂધ્ધ ઈપીકો કલમ 363,366, 376(3) પોક્સો એક્ટ કલમ 4,6, મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.