દાહોદ,સોમવારના રોજ દિગંબરજૈન સમાજ દ્વારા પદમપ્રભુ જીના લય થી શોભા યાત્રા કાઢવામાં આવી હતી. મહાવીર શેરી થઈ મોટી પોસ્ટ ઓફિસ નગરપાલિકા ચોક થઈ એમજી રોડ થી પદમ પ્રભુ મંદિરે પૂર્ણ કરવામાં આવી તેમજ ભગવાન મહાવીર સ્વામીનું અભિષેક કરવામાં આવ્યો હતો.
મંગળવાર નારોજ શ્ર્વેતાંબર જૈન સમાજદ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ચિંતામણી પારસનાથ મંદિરથી નગરપાલિકા થઈ પાછી ચિંતામણી પારસનાથ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ પુરૂષો અને બાળકો ભાગ લીધો હતો. મંગળવારના રોજ બાળકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.