દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર કચેરી સામે રોંગ સાઈડ આવેલા બાઇક ચાલકે બાઈકને ટક્કર મારતા એકનું મોત

  • સંજેલી મામલતદાર કચેરી આગળ બાઈક ચાલકને રોંગ સાઈડ આવેલા બાઇક ચાલકે ટક્કર મારી બાઇક લઇ ફરાર થઈ જતા બાઈક ચાલકની ગંભીર ઇજાઓ થતા સારવાર મળે તે પહેલા જ મોત.

દાહોદ,સંજેલી મામલતદાર કચેરી આગળ થી સિંગવડ તાલુકાના કેળકુવા ગામનો રાજેશભાઈ ઝાલૈયા તેના કબજાની બાઈક લઈ અને તારમી છાપરી સાસરીમાં લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન પૂર ઝડપે અને ભરી રીતે આવેલા એક રોંગ સાઈડ બાઈક ચાલકે રાજેશ ની બાઈક ને ટક્કર મારી અને નાસી છુંટ્યો હતો. રાજેશ રોડ પર જ ધડાકા ભૈર પટકાતા કાનમાંથી તેમજ માથા ના ભાગે ઇજાઓ તથા લોહી નીકળવા લાગ્યું હતું. આસ પાસના લોકો દોડી આવતા તેને તાત્કાલિક 108 ની મદદ થી સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું અને પરિવારમાં શોકનું માતમ છવાયું હતું. સંજેલી પોલીસ મથકે સબુર કોયાભાઈ જાલૈયા એ અજાણ્યા બાઈક ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી.