કાસવા ગામે છ દિવસીય ગોગા મહારાજનું ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

  • ગમન સાંથલ-બીરજુ બારોટે ડાયરામાં રમઝટ ; લોકોએ રૂપિયા સાથે ડોલરનાં બંડલો પણ ઉડાવ્યાં.

કડી,કડી તાલુકાના કાસવા ગામે છ દિવસીય ગોગા મહારાજનું ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવા નિર્માણ પામેલા મંદિરમાં ગોગા મહારાજ, ગણપતિ દાદા તેમજ હનુમાન દાદાની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ૩૧ માર્ચથી ૬ એપ્રિલ સુધી છ દિવસ ચાલનાર છે. જેમાં સમગ્ર ગુજરાત તેમજ દેશ-વિદેશના ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત છઠ્ઠા દિવસે લોક ડાયરો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવેલા કલાકારો તેમજ સાધુ-સંતો ઉપર લોકોએ ડોલર-ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

ગઇકાલે રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં બીરજુ બારોટ, પરેશદાન ગઢવી, ઊર્વશી રાદડિયા, વિક્રમ માલધારી, ગમન સાંથલ સહિતના લોકગાયકોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં ગમન સાંથલ અને પરેશદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવતા હતા, ત્યારે આવેલા ભક્તોએ ચલણીનો નોટોનો વરસાદ શરૂ કરી દીધો હતો. જ્યાં ગોગા મહારાજ મંદિરના રાજા ભુવાજી તેમજ આવેલા સાધુ-સંતો ઉપર પણ ડોલર અને ચલણી નોટોનો વરસાદ થયો હતો.

ગોગા મહારાજ મંદિરના રાજાભાઈ ભુવાજી તેમજ આવેલ સાધુ-સંતો ઉપર પણ ડોલર અને ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. કરોડો રૂપિયા ખર્ચ કરીને મંદિરનો ર્જીણોદ્ધાર કરવામા આવી રહ્યો છે. ત્યારે લોકોએ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ કરીને મદદ કરી હતી સમગ્ર ગુજરાત તેમજ કડી તાલુકામાં પ્રખ્યાત કાશીધામ કાસવા તરીકે ઓળખાતું આ ગામની અંદર ભવ્ય વર્ષો જૂનું ગોગા મહારાજનું મંદિર આવેલું છે. જેનો કરોડો રૂપિયા ખર્ચ કરીને ર્જીણોદ્ધાર કરવામાં આવ્યો છે અને છઠ્ઠા દિવસે કાશીધામ કાસવા ગામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીજી માર્ચના રોજ રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. અહીં કેટલાક લોકોએ રૂપિયાની સાથે સાથે ડોલરનો પણ વરસાદ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ ગમન સાંથલ અને ઊર્વશી રાદડિયા, પરેશદાન ગઢવી સહિતના કલાકારોને માણ્યા હતા.