રવીના ટંડને ચંદન લગાવ્યું, જળ ચઢાવ્યું, મહાકાલની ભક્તિમાં ડૂબી

મુંબઇ,બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડન આજે બાબા મહાકાલેશ્ર્વરના મંદિરે પહોંચી હતી. જ્યાં એક્ટ્રેસે ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા. તેણે ગર્ભગૃહમાં ભગવાનની પૂજા અર્ચના કરી અને જળ અભિષેક કર્યો. ત્યારબાદમાં રવીનાએ કપડાં અર્પણ કર્યા અને નંદી હોલમાં પંડિતો દ્વારા કરવામાં આવતા સ્વસ્તિવચનમાં પણ ભાગ લીધો.

મંદિરના પંડિત અભિષેક શર્માએ જાણકારી આપતા કહ્યું કે રવીના ટંડન બાબા મહાકાલના દર્શન કરવા રવિવારે ઉજ્જૈન પહોંચી હતી. મંદિરના પંડિતના કહેવા મુજબ રવીના ટંડન મહાકાલની ભક્તિમાં મગ્ન જોવા મળી હતી.

તેણે તેના માથા પર ચંદનનું તિલક લગાવ્યું હતું અને તે નંદી હોલમાં કરવામાં આવતી પૂજા દરમિયાન પણ જોવા મળી હતી. જણાવી દઈએ કે આ દિવસોમાં મહાકાલેશ્ર્વર મંદિરમાં વીઆઈપી ભક્તો આવતા રહે છે. સેલેબ્સ મહાકાલના દર્શન કરવા માટે એક પછી એક મહાકાલના દરબારમાં પહોંચી રહ્યા છે.

રવીના ટંડને બાબા મહાકાલના દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે બાબા મહાકાલના દર્શન કરીને તે ધન્ય થઈ ગઈ હતી. બાબા મહાકાલને કરવામાં આવેલી મનોકામનાઓ વિશે રવીના ટંડને કહ્યું કે ફિલ્મની સફળતા માટે બધા બાબા મહાકાલને પ્રાર્થના કરે છે.

રવીનાએ વધુમાં કહ્યું કે, પરંતુ મેં બાબા મહાકાલને માત્ર એટલું જ કહ્યું છે કે બધા ખુશ રહે અને બધા સારા રહે. બાબા મહાકાલના દિવ્ય અલૌકિક દર્શન કર્યા પછી હું એટલી ખુશ છું કે આ ખુશી હું શબ્દોમાં વ્યક્ત કરી શક્તી નથી.

મહાકાલેશ્ર્વર મંદિરની મુલાકાત લીધા બાદ એક્ટ્રેસ રવીના ટંડને શ્રી મહાકાલેશ્ર્વર મંદિરના પરિસરમાં સ્થિત અન્ય મંદિરોમાં પણ દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન મંદિરમાં આવનારા ભક્તો તેને જોઈને ખુશ થઈ ગયા, કેટલાક લોકોએ રવીના ટંડન સાથે તસવીરો પણ લીધી.

પંડિત અભિષેક શર્મા (બાલા ગુરુ), પંડિત નવનીત ગુરુ, પંડિત અજય ગુરુની વિશેષ હાજરીમાં એક્ટ્રેસે રવીના ટંડને બાબા મહાકાલની પૂજા કરી અને ગર્ભગૃહમાં આરતી કરી. એક્ટ્રેસ રવીના ટંડન ગર્ભગૃહમાં ભગવાનની પૂજા કર્યા બાદ લાંબા સમય સુધી શ્રી મહાકાલેશ્ર્વર મંદિરમાં રોકાઈ હતી.