- પાલિકા વિસ્તાર સ્થાઈ વિકાસના કામોમાં ગેરરીતિ ન થાય જેને લઈ કોન્ટ્રાકટરો ટેન્ડર પ્રક્રિયામાં રસ નથી ?
- કાલોલ પાલિકા દ્વારા ઈન્દીરા તળાવની ફરતે દબાણો દુર કરી ટુંકાગળામાં બ્યુટીફિકેશન કામગીરી હાથ ધરી.
ગોધરા,ગોધરા મધ્યમાં આવેલ રામસાગર તળાવની બ્યુટીફિકેશનના કામની મંજુરી મળેલ હોય ગ્રાન્ટ પણ ફળવાઈ હોવા છતાં બ્યુટીફિકેશન કામગીરીમાં પાલિકા તંત્ર કે સત્તાધિશોને રસ દાખવતા હોય તેમ જણાઈ રહ્યું છે. જીલ્લામાં કાલોલમાં ઈન્દીરા સાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન કામગીરી મંજુરી સાથે શરૂ કરવામાં આવી સાથે પાલિકા તંત્ર દ્વારા બ્યુટીફિકેશન કામ અડચણરૂપ દબાણો દુર કરીને પોતાની વિકાસના કામો કરવાની ઈચ્છાશકિત દર્શાવી છે. જ્યારે બીજી તરફ ગોધરા પાલિકા તંત્ર લાંબા સમય થી રામસગાર તળાવની ફરતે બ્યુટફિકેશનના પ્રોજેટક પાછળ લાગી હતી. હવે જ્યારે બ્યુટીફિકેશન કામગીરી માટે ગ્રાન્ટ ફળવાઈ ગઈ છે. પાલિકા દ્વારા રામસાગર તળાવ અને ભુરાવાવ વિસ્તારમાં ટાઉન હોલ માટેની અનેક ટેન્ડર નિવેદાઓ જાહેર કરવામાં આવી હોય છતાં કોઈ કોન્ટ્રાકટર શહેરના વિકાસના કામોમાં રૂચી દર્શાવીને ટેન્ડર ભરવા તૈયાર નથી. તે જોતાં ગોધરા પાલિકા તંત્ર અને સત્તાધિશો સાથે કોન્ટ્રાકટરો કામ કરવા ઈચ્છતા ન હોય અથવા આવા લાંબા ગાળાના સ્થાઈ વિકાસના કામોમાં ગુણવત્તા જાળવીને નકકર કામગીરી કરવી પડતી હોય તેમાં ગેરરીતિ આચરી શકાય તેમ ન હોવાથી રામસાગર તળાવ કે ટાઉન હોલની કામગીરી માટે કોન્ટ્રાકટર ટેન્ડર ભરવા ઈચ્છા ધરાવતા ન હોય શકે પાલિકા વિસ્તારમાં રોડ રસ્તાઓ કામોમાં ઉપાડા ભરે કામો કરવા પાલિકાના પગથિયા સસ્તા કોન્ટ્રાકટરે આવા મલાઈદાર કામોમાં સારી એવી કમાણી દેખાતી હોય છે. જેને લઈ ગોધરા પાલિકા તંત્રના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છતાં શહેરના વિકાસના કામો ન કરવા ઈચ્છતા હોય તેવા કોન્ટ્રાકટરોને પાલિકામાં ભવિષ્યમાં કામો સોપવા ન આવે તો આવા કોન્ટ્રાકટરોની શાન ઠેકાણે આવશે.