વેજલપુર પોલીસે ચલાલી ચોકડી ઉપર વાહન ચેકીંગ દરમિયાન ચોરીની બાઈક, મોબાઈલ ફોન સાથે રીઢા ગુનેગારને ઝડપ્યો

ગોધરા,કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથકનો સ્ટાફ ચલાલી ચોકડી ઉપર વાહન ચેકીંગમાં હતા. દરમિયાન સપ્લેન્ડર બાઈક લઈને પસાર થતા ઈસમને રોકી પુછપરછ કરી હતી અને ઈ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત આરોપીનેા ફોટો નાખી ચેકીંંગ કરતાં આરોપી ધરફોડ ચોરીમાં સંડોવાયલ હોય અને બાઈક લુણાવાડા બસ સ્ટેશન પાસેથી ચોરી કર્યાની કબુલાત કરતાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ વેજલપુર પોલીસ મથકનો સ્ટાફ ચલાલી ચોકડી પાસે વાહન ચેકીંગમાં હતા. દરમિયાન સપ્લેન્ડર બાઈક લઈને પસાર થતા ઈસમને રોકવામાં આવ્યો હતો. પુછપરછ કરતાં રીઝવાન ઈબ્રાહીમ શબુરીયા (રહે. ગેની પ્લોટ, ગોધરા) જણાવેલ હતું. પોલીસે પકડાયેલ ઈસમનો ભુતકાળ તપાસવા ઈ-ગુજરાપ પ્રોજેકટ અંતર્ગત એપ્લીકેશનમાં આરોપીના ફોટો પાઠી અપલોડ કરતાં આરોપી વિરૂદ્ધ ચોરી તથા ધરફોડ ચોરીના ગુન્હામાં દાખલ થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. બાઈક નંબર જીજે.17.એએ.7532 ના કાગળો માંગતા તેણે બાઈક લુણાવાડા બસ સ્ટેન્ડ ખાતે થી ચોરી કરેલ હોવાની કબુલાત કરતા પકડાયેલ ઈસમની અંગઝડતી, મોબાઈલ ફોન મળ્યો તે સહયોગ હોટલ પાસે પંચરની દુકાન માંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ વેજલપુર પોલીસે બાઈક અને મોબાઈલ ચોરીના બે ગુન્હા ડીટેકટ કર્યા અને અગાઉ 10 ગુન્હાઓમાં સંડોવાયેલ રીઢા ગુનેગારને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.