રમઝાન ઈદના “ઈદીના કવર” ને લઈ ગોધરા નગરપાલિકાના સભ્યોનો પ્રમુખ સાથે બબાલ ???

  • દર વખતે 11 હજારના કવર ઈદમાં અપાય છે આ વખતે 21 હજારની માંગણી સાથે કલબલાટ.
  • લોકોમાં ચર્ચા આતો કેવી નાદારી અને લાલચ.
  • શુ પ્રજાએ કવરો જીલવા માટે વોટ આપ્યા છે ???

ગોધરા,ગોધરા નગર પાલીકાના વિવાદો શમવાનું નામ નથી લેતા ત્યારે આ વિવાદોના મધપુડામાં વધુ એક માખ ઉમેરાયી છે અને આ વિવાદિત માખે આ ગામમાં ધ્રૃણાનો ભમ્મર ફેલાવ્યો છે એક તરફ શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં હાલ રમઝાન માસ હોવા છતાય કોઈપણ પ્રકારની સાફ સફાઈ થઈ નથી રહી અને જેના કારણે સ્થાનિક પાલીકા સભ્યો પ્રજાના રોષનો ભારે ભોગ બન્યા છે અને જેમાથી કેટલાક સભ્યો પ્રજાના આક્રોશથી બચવા ખુણા ખાચરામાં ભરાયને બેઠા છે હાલના આ નવા વિવાદ અંગે વાત કરીએતો ગોધરા નગર પાલીકાના કેટલાક સભ્યોએ પ્રમુખ પાસે રમઝાન ઈદના ઈદી રૂપે 21 હજારની માંગણી કરતા પાલીકા સભ્યો અને પ્રમુખ વચ્ચે તૂ તૂ મે મે થઈ હોવાની વાતો શહેરના બજારોમાં ચર્ચાનો વિષય બન્યો છે આમતો દર વખતે પાલીકા પ્રમુખ 11 હજાર દરેક મુસ્લિમ સભ્યોને માંગણી કરતા આપે છે પણ આ વખતે આ રકમમાં વધારો કરવાને લઈ વિવાદ સર્જાયો હોવાનું કહેવાય છે.

આ બાબતે સ્થાનિક લોકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુકે આ તો એક પ્રકારની નાદારી કહેવાય પ્રજાએ તેમને વોટ કામ કરાવ્વા માટે આપ્યા છે નહીકે કવરો જીલવા માટે અને ઈદના દિવસે ઈદી આપવાની પ્રથા એ કોઈ અધિકાર નથી આ પ્રથા બંધ થવી જોઈએ અને પ્રજાના કામોમાં ધ્યાન આપવુ જોઈએ આખરે આ રીતે પાલીકા પ્રમુખને મજબુર કરીને પૈસા ઠગવાથી નુકસાન અને લાલચની વૃતિનો જન્મ થઈ રહ્યો છે આખરે પ્રજાએ આ તમામ સભ્યોને કામ કરાવ્વા માટે વોટ આપ્યા છે જે કરી રહ્યા નથી અને ઉપરથી ગેરકાયદેસર રીતે નવા રીત રસમો ઉભા કરીને નવી ડિઝાઈનથી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યુ છે.