વિરપુરમાં ખટારીયા ગામે ખેતીકામથી પરત ફરી રહેલા ખેડુતનુ આકસ્મિક મોત

વિરપુર,વિરપુર તાલુકાના ખટારીયા ગામે ખેતરમાં ખેતીકામ કરી ધરે પરત આવી રહેલા ખેડુતનુ રસ્તામાં અચાનક અવસાન થતાં પરિવારજનોએ મોત અંગે શંકા વ્યકત કરતા પોલીસે મૃતદેહનેુ પી.એમ.કરાવી તપાસ હાથ ધરી હતી.

વિરપુર તાલુકાની સાલૈયા પંચાયતના તાબામાં આવેલા ખટારિયા ગામે રહેતા રમેશભાઈ શિવાભાઈ પરમાર(ઉ.વ.50)ખેતીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. દરમિયાન તેઓ રોજીંદા કામ પ્રમાણે ખેતરમાં કામ પતાવી ધર તરફ પાછા આવી રહ્યા હતા તે સમયે રસ્તામાં તેમનુ અચાનક મોત નીપજયું હતુ. જે બાબતે તેમના પરિવારજનોને જાણ થતાં રમેશભાઈના આકસ્મિક મોત અંગે શંકા વ્યકત કરી બનાવ અંગે વિરપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે મૃતક રમેશભાઈની લાશને સરકારી દવાખાને મોકલી પોસ્ટમોર્ટમ કરાવી લાશને પરિવારજનોને સોંપી હતી. હવે તેમના પી.એમ.રિપોર્ટ બાદ વિરપુર પોલીસ તે દિશામાં આગળ તપાસ હાથ ધરશે.