દાહોદ જિલ્લામાં વનવિભાગ દ્વારા ચાર તાલુકાના લાભાર્થીઓને 33 લાખનુ ધાસ વિતરણ કરાયુ

દે.બારીઆ,ઝાલોદ, દાહોદ, ગરબાડા, સંજેલી અને લીમખેડા તાલુકામાં ધાસબીડનો વિસ્તાર આવેલો છે. જેમાં રાપુરા ગ્રાસબીડ તરીકે ઓળખાતી 4400 હેકટર સળંગ આવેલો છે. આ વિસ્તારમાંથી દર વર્ષે વનવિભાગ દ્વારા 25 થી 30 લાખ કિલો જેટલુ ધાસ એકત્રિકરણ કરવામાં આવે છે.જેમાં વનવિભાગ દ્વારા ચાર તાલુકાના લાભાર્થીને રૂ.33 લાખના ધાસનુ વિતરણ કરવામાં આવનાર હોવાનુ જાણવા મળે છે.

આ વિસ્તારમાં અતિ દુર્લભ ખડમોર સહિત 175 જેટલી પક્ષીઓની જાતો જોવા મળે છે. સાથે ધાસબીડ અને આજુબાજુના વિસ્તારમાં દિપડા, નીલગાય, ભુંડ, વનીયોર, શિયાળ, ઝરખ, અજગર જેવા વન્યપ્રાણી જોવા મળે છે. ખુબ જ જૈવિક વિવિધતા ધરાવતો આ વિસ્તાર દાહોદ ટાઉનથી 4 થી 5 કિ.મી.ના અંતરે આવેલો છે. ચાલુ વર્ષ એટલે કે 2022/23ના વર્ષમાં 24 લાખ કિલો ધાસ એકત્રિકરણ કરવામાં આવેલ છે. જેનો સંગ્રહ વનવિભાગના દાહોદ, રામપુરા, લીમખેડા, અને બારીયા ખાતે આવેલ ધાસ ગોડાઉનમાં કરવામાં આવેલો હોવાનુ ના.વનસંરક્ષક આર.એમ.પરમારે જણાવ્યુ છે. હાલમાં 80 લાખ કિલો ધાસ ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવેલ છે. આ ધાસ જરૂરિયાત મુજબ અછતના સમયે સમગ્ર રાજયના વિસ્તારમાં આપવામાં આવે છે. આ વર્ષે ચોમાસા પછી પરીપકવ થયેલ ધાસ વનવિભાગ દ્વારા 24 લાખ કિલો જેટલો જથ્થો એકત્રિકરણ કરી બાકી રહેતુ ધાસ કુલ 6.80 લાખ કિલો જેટલુ વિના મુલ્યે વાઢકામ કરી કુલ 1460 લાભાર્થી દ્વારા તેમના ઉપયોગ માટે એકત્રિકરણ કરી લઈ ગયા છે.