ખેડૂતો, શિક્ષકો બાદ હવે ડોકટરો પણ વિરોધ પ્રદર્શનના મૂડમાં આવ્યા છે. ઇન્ડિયન મેડીકલ એસોસિએશનએ ફરી ખીચડીકરણ સામે વાંધો ઉઠાવ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સીસીઆઈએમ એક્ટના સુધારાના વિરોધમાં કાલે દેશમાં દેખાવો કરશે. અમદાવાદમાં કલેક્ટર કચેરી, મણિનગર અને આશ્રમ રોડ એમ ત્રણ સ્થળે ડોક્ટરો એપ્રોન અને ટેથેસ્કોપ રહેરી મૌન વિરોધ પ્રદર્શન કરશે. કોવિડ પ્રોટોકોલ સાથે બપોરે 12થી 2 વાગ્યા સુધી દેખાવો કરવાની હાકલ કરી છે. તો નોન કોવિડ મેડિકલ સ્ટાફ સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી દેખાવો કરશે. જ્યારે સમગ્ર દેશમાં 11 ડિસેમ્બરે સવારે છ થી સાંજના છ સુધી ઓ.પી.ડી સેવાઓ રાખવાની પણ જાહેરાત કરી છે. જોકે ઈમર્જન્સી સેવાઓ ચાલુ રહેશે. મિક્સઓપેથી પાછું ખેંચવામા નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
શિક્ષકો કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ધરણા કરશે
ગાંધીનગરમાં મંગળવારે શિક્ષકો દ્વારા 4 હજાર 200ના ગ્રેડ પે મુદ્દે ધરણાં યોજવામાં આવશે. ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકો અને એચ ટાટના શિક્ષકો કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ધરણા કરશે. દરરોજ અલગ અલગ જિલ્લાના 50 શિક્ષકો ધરણાંમાં ભાગ લેશે. જે મુજબ મંગળવારે પાટણ જિલ્લાના 50 શિક્ષકો ગાંધીનગર પહોંચશે.