સંતરામપુર તાલુકામાં ઉનાળાની શરૂઆતથી જ નદીનાળા અને તળાવો સુકાયા

સંતરામપુર,સંતરામપુર તાલુકામાં ગ્રામજનો સોૈથી વધુ વધારે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર રહેતા હોય છે. ચોમાસા દરમિયાનમાં વરસાદનુ પ્રમાણ ઓછુ હોવાના કારણે નદીનાળા તો ભરાયા પરંતુ પાણીનો સંગ્રહ ન થયો અને ગરમીની મોૈસમ શરૂ થતાં પહેલા જ ગામડાની દરેક જગ્યાએ નદીનાળા કોતર સુકા ભટ્ટ જોવા મળી રહ્યા છે. મોટાભાગના ખેડુતો ગ્રામ્ય વિસ્તારમાં નદીમાં રહેતુ પાણી અને તળાવમાં તેનો ઉપયોગ શિયાળા રવિ પાક માટે કરતા હોય છે. અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદર તળાવમાં પાણીનો સંગ્રહ થતો જ નથી. મુંગા પશુઓને પાણી પીવડાવવા માટે પણ સોૈથી મોટો પ્રશ્ર્ન ઉભો થતો હોય છે.

હાલમાં સંતરામપુર તાલુકાના બટકવાડા પાદેડી ટીંબરવા અલગ અલગ ગામોમાં જયાં વસ્તીનુ ધોરણ સોૈથી વધારે અને અત્યારથી જ પાણી માટે પરિસ્થિતિ ગંભીર જોવા મળે છે. આ જ રીતે સંતરામપુરમાં પણ આવેલી સોૈથી બે મોટી નદી ચીભોટા અને લીસરી સુખી આ નદીઓ સુકાઈ જતા રમવાનુ મેદાન જોવા મળી રહ્યુ છે. તંત્ર દ્વારા ઉનાળાની શરૂઆત થયેલા પહેલા પશુઓ માટે અને પીવા માટે પાણીની વ્યવસ્થા થાય ગામડાના લોકો ઉચ્ચકક્ષાએ પણ આ બાબતે રજુઆત કરવામાં આવી હતી.