અમદાવાદ,મોદી સરનેમ પર ટીપ્પણી કર્યા બાદ રાહુલ ગાંધીને મોટો ફટકો પડયો છે.સુરત કોર્ટે માનહાનિ કેસમાં તેમને સજા ફટકારી છે જે બાદ તેમણે સંસદસભ્ય પદ ગુમાવ્યું છે ત્યારે આવતીકાલે રાહુલ ગાંધી ફરી સુરત આવશેં રાહુલ ગાંધી અને તેમની લિંગલ ટીમ સુરત કોર્ટમાં અપીલ કરશે.રાહુલ ગાંધી સુરત સેસન્સ કોર્ટમાં અપીલ કરશે માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલને બે વર્ષની સજા ફટકારી છે તેથી સોમવારે સુરત સેસન્સ કોર્ટમાં જ અપીલ કરવામાં આવશે દિલ્હીના નિષ્ણાંત વકીલોનની ટીમ રાહુલ ગાંધીનો કેસ લડશે.
રાહુલ સુરતમાં ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે બીજીબાજુ ચુંટણી કેરળમાં ચુંટણી આવવાની છે ત્યારે ચુંટણી પંચે પણ કેરળની વાયનાડ બેઠક માટે પેટાચુંટણી જાહેર કરી નથી કારણ કે કોર્ટ તરફથી રાહુલને અપીલમાં જવા માટે ૩૦ દિવસનો સમય આપવામાં આવેલો છે.તાર વર્ષ પહેલા મોદી સરનેમ પર ટીપ્પણી કરનારા રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા સજા કરાઇ છે ઉપરથી રાહુલ ગાંધીને સંસદ સભ્ય પદ પરથી હાથ ધોવો પડયો છે.સાથે જ તેઓ આગામી છ વર્ષ સુધી ચુંટણી નહિ લડી શકે.
કાયદાના નિષ્ણાંતોના મતે રાહુલ પાસે હજુ પણ બે વિકલ્પ છે કાયદાની રીતે આગળ ન વધે તો રાહુલને જેલમાં જવુું પડે તો બીજી તરફ સભ્ય પદ બચાવવા માટે હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ જઇ શકે છે.માનહાનિ કેસમાં સજાથી રાહત મળે તો સભ્ય પદ બચી શકે છે આ માટે રાહુલ ગાંધીએ સજાની સામે સેશન્સ કોર્ટમાં જવું પડશે હવે કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીનું ભવિષ્ય નિર્ભર બન્યું છે સેશન્સ કોર્ટમાં સજાથી રાહત મળે તો જ રાહુલ જેલમાં જતા બચી શકે છે સેશન્સ કોર્ટમાંથી રાહત ન મળે તો રાહુલનું જેલમાં જવાનું નક્કી છે સજાની સાથે આગામી છ વર્ષ ચુંટણી પણ નહીં લડી શકે.