જામનગર,ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું ૮૮ વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બિમારીથી પીડિત હતાં તેમણે આજે સવારે અંતિમ શ્ર્વાસ લીધા હતાં તેમના નિધનથી ખેલ જગતમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.
દુરાનીને અર્જૂન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.દુરાનીએ ભારત માટે કુલ ૨૯ ટેસ્ટ મેચ રમી અને આ સમયગાળા દરમિયાન ૧૨૦૨ રન બનાવ્યા હતાં સ્પિન ઓલરાઉન્ડર સલીમ દુરાનાનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ અફધાનિસ્તાનના કાબુલમાં થયો હતો પરંતુ જયારે દુરાની આઠ મહીનાના હતાં ત્યારે પરિવાર પાકિસ્તાનના કરાંચીમાં સ્થાયી થયો હતો આ પછી જયારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે દુરાનીનો પરિવાર ભારત આવ્યો હતો.
સલીમ દુરાનીએ એલ્લી માનની ટેસ્ટ ફેબ્રુઆરી ૧૯૭૩માં ઇગ્લેન્ડ સામે મુંબઇમાં રમી હતી ૧૯૭૩માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો અને તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો હતો તેમણે બોલિવુડ ફિલ્મ ચરિત્રમાં કામ કર્યું હતું આ ફિલ્મમાં હીરોઇન પરવીન બાબી હતી.