મુંબઇ,અજય દેવગન અને તબુ સ્ટારર ફિલ્મ ’ભોલા’ના કલેક્શનમાં બીજા દિવસે ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યાં પહેલા દિવસે ફિલ્મે ૧૧.૨૦ કરોડનું કલેક્શન કરીને સારી શરૂઆત કરી હતી. બીજી તરફ માત્ર ૭.૪૦ કરોડની કમાણી થઇ હતી. ટ્રેડ એક્સપર્ટનું માનવું છે કે,આઇપીએલની ઓપનિંગ સેરેમનીને કારણે ’ભોલા’ની કમાણી પર પણ અસર પડી છે. રામનવમીના કારણે ફિલ્મને ચાર દિવસનો લાંબો વીકેન્ડ મળ્યો હતો. ૧૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને આગામી દિવસોમાં કલેક્શન વધે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે.
ફિલ્મનું લેટેસ્ટ કલેક્શન શેર કરતાં તરણ આદર્શે લખ્યું હતું લે, ’ભોલા’ ની કમાણીમાં ગંજીપતાની જેમ વિખેરાઈ ગઈ છે. ગુરુવારે રામ નવમીની રજા હતી પરંતુ શુક્રવાર કામકાજનો દિવસ હતો જેના કારણે ફિલ્મની કમાણી પર અસર પડી હતી. બંને દિવસે ફિલ્મનું કુલ કલેક્શન ૧૮.૬૦ કરોડ છે.
રમઝાન મહિનામાં દર્શકોનો મોટો વર્ગ ફિલ્મોથી દૂર રહે છે તો બીજી તરફ આઈપીએલ ૨૦૨૩ ની શરૂઆત પણ ફિલ્મના વ્યકલેક્શનમાં ક્યાંક ને ક્યાંક અસર પાડી રહી છે. હવે વીકએન્ડ અને આગામી ઉનાળાની રજાઓ ફિલ્મ માટે ફાયદાકારક બની શકે છે.
દર્શકોને અજય દેવગન અને તબ્બુની જોડી પસંદ છે. બંનેએ છેલ્લે ’દ્રશ્યમ ૨’માં સાથે કામ કર્યું હતું. જ્યારે તબ્બુને પૂછવામાં આવ્યું કે શું કારણ છે કે તેણે ’ભોલા’ માટે હા પાડી?
તબ્બુએ કહ્યું હતું કે, ’મેં આંખો બંધ કરીને આ ફિલ્મ માટે હા પાડી. મેં ફિલ્મના દિગ્દર્શક અજય દેવગન પાસે સરન્ડર કરી દીધું હતું. હું જાણતો હતી કે તે બધું સરળ બનાવશે. મને ખબર ન હતી કે હું આ લેવલની એક્શન કરી શકીશ કે કેમ પરંતુ અજય અને તેની ટીમે મને ઘણી મદદ કરી અને વસ્તુઓ ખૂબ જ સરળ બનાવી હતી. એક્શન કરવાની ગુણવત્તા અજય અને તેની ટીમ પાસે છે, તે મને નથી લાગતું કે અન્ય કોઈ પાસે હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અજય અને તબ્બુ ઘણા સારા મિત્રો છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને એકબીજાને ખૂબ માન આપે છે.
નવું વર્ષ શરૂ થયાને ત્રણ મહિના થયા છે. માર્ચ પુરો થવા આવ્યો છે, પરંતુ અત્યાર સુધી માત્ર ત્રણ હિન્દી ફિલ્મો એવી છે, જેણે પહેલા દિવસે ૧૦ કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. શાહરૂખ ખાનની ’પઠાન’એ ૫૫ કરોડ સાથે ઈતિહાસની સૌથી મોટી ઓપનિંગ લીધી હતી.
રણબીર કપૂર સ્ટારર ’તુ જૂઠી મે મક્કાર’ ૧૫.૭૩ કરોડ સાથે વર્ષની બીજી સૌથી વધુ ઓપનર છે. હવે ’ભોલા’ પણ આ યાદીમાં ત્રીજા નંબરે આવી ગઇ છે.