હાલોલના મસવાડ ગામે કંપનીમાંથી અર્થિંગ વાયરની ચોરી

હાલોલ,હાલોલ તાલુકાના મસવાડ ખાતે જીઆઈડીસીમાં આવેલી જેસીબી કંપનીમાંથી લાખો રૂપિયાની કિંમતના અર્થિંગ કેબલ વાયરની ચોરી થતાં હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં પોલીસે ફરિયાદના આધારે તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મસવાડ ખાતે આવેલ જીઆઈડીસી-2માં આવેલી આંતરરાષ્ટ્રિય કં5ની જેસીબીમાં આવેલા એમ.પી.સ્ટોરમાંથી મુકેલા રૂ.4,98,000ની કિંમતના અર્થિંગ કેબલ વાયરની ચોરી થઈ છે. જેમાં જેસીબી કંપનીના પારેખ બ્રધર્સના કોન્ટ્રાકટમાં કામ કરતા કૃણાલ પટેલને અર્થિંગ કેબલ વાયર ચોરાયો હોવાનુ માલુમ પડતા તેઓએ નિલેશ પાંડેને જાણ કરતા નિલેશ પાંડેએ કંપનીના ડે.એચ.આર.મેનેજર હિતેશભાઈ માછીને જાણ કરતા હિતેશભાઈ માછીએ જેસીબી કંપની ખાતે આવેલા એમ.ઈ.પી.સ્ટોરમાં મુકેલા અર્થિંગ કેબલ વાયર બંડલોની તપાસ કરી હતી. જેમાં સ્ટોરમાં મુકેલા 6 બંડલો જેમાં એક બંડલ 100 મીટર વાયર હતો જેમાં 6 બંડલ જેની કુલ લંબાઈ 600 મીટર જેની કુલ રૂ.4,98,000ની કિંમતનો અર્થિંગ કેબલ વાયર ગાયબ થયો હોવાની જાણ થઈ હતી જેમાં સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા અર્થિંગ કેબલ વાયર એમ.ઈ.પી.સ્ટોરમાંથી ચોરાયો હોવાનુ જોવા મળતા બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જેસીબી કંપનીના ડે.એચ.આર.મેનેજર હિતેશભાઈ માછીની ફરિયાદના આધારે તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.